બોલીવુડ ફિલ્મ રામાયણ સિનેમાઘરોમાં રિલીઝ થયા બાદથી બમ્પર કમાણી કરી રહી છે. ફિલ્મે રિલીઝના 4 દિવસમાં જ 500 કરોડ રૂપિયા કમાઈ લીધા છે, પરંતુ હવે આ ફિલ્મ એક જ દિવસમાં 100 કરોડ કમાવવાની તૈયારીમાં છે. તેના એંધાણ એક દિવસ પહેલાં જ દેખાવા લાગ્યા છે. ફિલ્મની એડવાન્સ બુકિંગના નવા આંકડા આવી ગયા છે અને પાંચમા દિવસે આ ફિલ્મ મોટો ચમકારો કરવા જઈ રહી છે. ફિલ્મે રિલીઝના 5મા દિવસે ભારતમાં અને વિદેશમાં પણ કંઈક એવું કરી બતાવ્યું છે જે અત્યાર સુધી અલ્લુ અર્જુનની પુષ્પા 2 કે રણવીર સિંહની ધુરંધર 2 પણ કરી શકી નથી.

વીકડેઝમાં પણ જળવાઈ રહ્યો ફિલ્મનો ક્રેઝ

એવો અંદાજ પહેલેથી જ હતો કે આ ફિલ્મ માત્ર વીકેન્ડ પૂરતો ક્રેઝ ધરાવતી ફિલ્મ નથી. વીકડેઝમાં પણ આ મૂવી મોટો કમાલ કરી બતાવવાની તાકાત ધરાવે છે. 

Ramayana, Ranbir Kapoor (2)

એડવાન્સ બુકિંગમાં રામાયણનો દબદબો

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શના રિપોર્ટ્સ મુજબ બુક માય શોના બુકિંગ બાબતે રામાયણની 127.06 હજાર ટિકિટો વેચાઈ ગઈ છે અને આ ટિકિટો માત્ર છેલ્લા 1 કલાકમાં જ વેચાઈ છે. આ બુક માય શોનો અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ છે. પુષ્પા 2 અને ધુરંધર 2 પણ આવો રેકોર્ડ બનાવી શકી ન હતી. રિપોર્ટ્સ અનુસાર ધુરંધર 2 ની એક કલાકમાં 1.09 લાખ ટિકિટો અને પુષ્પા 2 ની 1.07 લાખ ટિકિટો વેચાઈ હતી, પરંતુ હવે રામાયણ આગળ નીકળી ગઈ છે અને તેની એક કલાકમાં 1.27 લાખ ટિકિટો વેચાઈ છે.

Ramayana_ Part 1, Ranbir Kapoor

પાંચમા દિવસે કેટલી કમાણી કરશે રામાયણ?

રામાયણ ફિલ્મની વાત કરીએ તો રિપોર્ટ્સ મુજબ રિલીઝના પાંચમા દિવસે આ મૂવી 90 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કરી શકે છે. દિવાળી પછીના દિવસે પણ દેશના મોટાભાગના વિસ્તારોમાં રજા હોય છે, જેથી આ ફિલ્મને જોવા માટે દર્શકોની ભારે ભીડ જોવા મળવાની છે. જ્યારે વર્લ્ડવાઇડ કલેક્શન બાબતે આ ફિલ્મ પાંચમા દિવસે 120 થી 130 કરોડ રૂપિયા સુધી કમાઈ શકે છે, જે પોતાનામાં જ એક મોટો રેકોર્ડ હશે. હજુ તો રામાયણે માત્ર શરૂઆત કરી છે. 2000 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મ ખૂબ જ દમદાર સાબિત થઈ રહી છે અને ધીમે ધીમે હવે તેને સારા વર્ડ ઓફ માઉથનો પણ ફાયદો મળી રહ્યો છે. તેવામાં આગામી સમય આ ફિલ્મ માટે વધુ ઉજ્જવળ જણાય છે.

આ પણ વાંચો-Celeb Diwali : પારંપરિક અંદાજમાં કંગના રનૌતે ઉજવી દિવાળી, શર્વરી અને આયેશા ખાનના લુકે લૂંટી મહેફિલ