'બોર્ડર 2' 23 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. પહેલા જ દિવસે ફિલ્મને બમ્પર ઓપનિંગ મળ્યું. બોર્ડર-2 સાથે ફરી એકવાર સની દેઓલની ભવ્ય એન્ટ્રી થઈ છે. સની દેઓલ કોઈ ફિલ્મ રિલીઝ થાય છે ત્યારે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવે છે. ખાસ કરીને જયારે ફિલ્મમાં દેશ ભક્તિ અને આક્રમક તેવર હોય ત્યારે સની પાજી મેદાન મારી જાય છે. 'બોર્ડર 2'ના ઓપનિંગ ડેના કલેક્શનની વાત કરીએ તો આ ફિલ્મે અંદાજે ₹30 કરોડની કમાણી કરી છે. આ આંકડા 23 જાન્યુઆરી શુક્રવાર રાત્રે 10 વાગ્યા સુધીના છે. 


બોક્સ ઓફિસ પર સની દેઓલનો દબદબો

સની દેઓલની ફિલ્મે "બોર્ડર 2" સિનેમાઘરમાં રિલીઝ થઈ ગઈ છે. પહેલા જ દિવસે સની પાજીની ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાકેદાર શરૂઆત કરી છે. અગાઉની બોર્ડર ફિલ્મ મુજબબ આ ફિલ્મમાં પણ સની પાજીની દેશભક્તિએ લોકોને મંત્રમુગ્ધ કર્યા. દર્શકોને ફિલ્મ અને સની દેઓલ પાસે જે અપેક્ષા હતી તે ખરેખર યથાર્થ થઈ. "બોર્ડર 2" ફિલ્મ લોકોની અપેક્ષામાં ખરી ઉતરી અને દર્શકોના દિલ જીતી લીધા. બોલીવુડ માટે આ સારી વાત કહેવાય. 2026ની શરૂઆતમાં જ ફિલ્મે પહેલા જ દિવસે સારો વકરો કર્યો. 2026માં આ ફિલ્મ આગામી દિવસોમાં પણ સારું પ્રદર્શન કરશે તેવું દેખાય છે. દેશભક્તિ પર બનેલ આ ફિલ્મે ચાહકોનું ધ્યાન ખેંચવામાં સફળ રહી છે. ફિલ્મ રિલીઝ થયાની સાથે જ થિયેટરોમાં ભારે ભીડ જોવા મળી. આ ફિલ્મની સફળતા બતાવે છે કે આજે પણ બોક્સ ઓફિસ પર સની દેઓલનો જાદુ કાયમ છે. સની દેઓલે પણ ફિલ્મની રીલ શેર કરી છે.


બોર્ડર-2 ફિલ્મને મળ્યું બમ્પર ઓપનિંગ

બોર્ડર-2ને પહેલા જ દિવસે બમ્પર ઓપનિંગ મળ્યું છે, આ ફિલ્મે રણવીર સિંહની બ્લોકબસ્ટર ફિલ્મ 'ધુરંધર'ને પાછળ છોડી દીધી. ફિલ્મની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેણે ફક્ત એડવાન્સ બુકિંગ (પ્રી-સેલ્સ)માં ₹૧૨૫ મિલિયન (આશરે $૧.૨૫ મિલિયન) ની કમાણી કરી હતી, જેમાં સમગ્ર ભારતમાં ૪૦૦,૦૦૦ થી વધુ ટિકિટો વેચાઈ હતી. આગામી દિવસોમાં આ ફિલ્મને સારો પ્રતિસાદ મળશે તો 2025ની સૌથી મોટી હિટ ફિલ્મ 'ધુરંધર' ને પણ કમાણીમાં પાછળ પાડી શકે છે. મલ્ટી-સ્ટારર કલાકારો અને દેશભક્તિની ભાવના સાથે, આ ફિલ્મે પહેલા દિવસે બોક્સ ઓફિસ પર મજબૂત પકડ બનાવી છે.


આ પણ વાંચો : Remo D'Souza : એક્સટોર્શન કેસમાં સૌથી મોટું અપડેટ, અંડરવર્લ્ડ ડોન રવિ પૂજારીની મુંબઈ પોલીસ દ્વારા ધરપકડ!

  • Follow us on: