રાજસ્થાનના જેસલમેરમાં "બોર્ડર 2" નું પહેલું ગીત "ઘર કબ આઓગે" ગીતનું તાજેતરમાં લોન્ચિંગ થયું. આ ગીતના લોન્ચિંગ ઇવેન્ટમાં પિતા સની દેઓલે પિતા ધર્મેન્દ્રને યાદ કર્યા. જેસલમેરમાં ગીતના લોન્ચિંગ ઇવેન્ટમાં સની દેઓલ ઉપરાંત વરુણ ધવન અને અહાન શેટ્ટી પણ હાજર હતા. આ ઈવેન્ટમાં સનીએ ખોલ્યા જૂના રહસ્યો ખોલતા અભિનેતા આઈકોનિક ફિલ્મ બોર્ડરને લઈને ખુલાસો કર્યો. સની દેઓલે કહ્યું કે આ ફિલ્મ બનાવવાની પ્રેરણા તેને કોણે આપી હતી
સની દેઓલ, બોર્ડર બનાવવા પિતાએ આપી પ્રેરણા
બોર્ડર- 2 ફિલ્મના "ઘર કબ આઓગે" ગીતના લોન્ચિંગ ઇવેન્ટમાં સની દેઓલ પિતા ધર્મેન્દ્રને યાદ કરી ભાવુક થયા. તેમણે ખુલાસો કર્યો કે તેમને "બોર્ડર" ફિલ્મ બનાવવાની પ્રેરણા તેમના પિતાથી મળી હતી. સની દેઓલે કહ્યું કે મેં મારા પિતાની ફિલ્મ "હકીકત" જોઈ ત્યારે મને તેમના એકશન અને સ્ટોરી બંને ખૂબ ગમ્યા હતા. હું ત્યારે ખૂબ નાનો હતો. એટલે જયારે અભિનેતા તરીકે સફળ થયો ત્યારે મેં સૈનિકો પર ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું અને 'બોર્ડર' બનાવી.
લોંગેવાલામાં "ઘર કબ આઓગે" ગીતનું લોન્ચિંગ
સની દેઓલની આઇકોનિક ફિલ્મ "બોર્ડર" ની સિક્વલ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. ચાહકો આ નવી "બોર્ડર 2" ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મનું પહેલું ગીત, "ઘર કબ આઓગે", શુક્રવારે રિલીઝ થયું. જેસલમેરના લોંગેવાલામાં "ઘર કબ આઓગે" ગીતનું લોન્ચિંગ ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ફિલ્મના સની દેઓલ, વરુણ જેવા મુખ્ય કલાકારો ઉપરાંત ભારતીય સૈનિકો પણ હાજર હતા.
બોર્ડર ફિલ્મને લઈને સનીએ ખોલ્યું રહસ્ય
બોર્ડર-2નું "ઘર કબ આઓગે" ગીત જે હાલમાં લોન્ચ થયું તે "બોર્ડર" ફિલ્મના આઇકોનિક "સંદેસે આતે હૈં" નું પુનઃનિર્મિત સંસ્કરણ છે. બોર્ડર ફિલ્મનું 'સંદેશ આતે હે..'ગીત સાંભળી ફકત સૈનિક પરિવારના લોકો જ નહીં સામાન્ય લોકો પણ જયારે સાંભળે છે ત્યારે ભાવુક થઈ જાય છે. ગીતના ઇવેન્ટમાં સની દેઓલે કહ્યું કે "મેં જે.પી. દત્તા સાથે વાત કરી અને અમે બંનેએ લોંગેવાલાના યુદ્ધની વાર્તા બનાવવાનું નક્કી કર્યું. આ એક પ્રિય વાર્તા જે તમારા બધાના હૃદયમાં ઊંડે સુધી જડાયેલી છે.
બોર્ડર ફિલ્મ લોંગેવાલાના યુદ્ધ પર આધારિત
1997માં આવેલી જેપી દત્તાની ફિલ્મ "બોર્ડર" 1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા લોંગેવાલાના યુદ્ધ પર આધારિત હતી. આ ફિલ્મનું શૂટિંગ રાજસ્થાનના બિકાનેરમાં થયું હતું અને તેને પૂર્ણ કરવામાં લગભગ એક વર્ષનો સમય લાગ્યો હતો. સની દેઓલે સુનીલ શેટ્ટી, અક્ષય ખન્ના, સુદેશ બેરી, પુનીત ઇસ્સાર, કુલભૂષણ ખરબંદા અને જેકી શ્રોફ સાથે અભિનય કર્યો હતો. મુખ્ય અભિનેત્રીઓમાં તબ્બુ, પૂજા ભટ્ટ, રાખી ગુલઝાર અને શરબાની મુખર્જીનો સમાવેશ થતો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર રહી હતી.
આ પણ વાંચો : Border 2 : દેશભક્તિ અને લાગણીઓનો અદભૂત સંગમ! ઘર કબ આઓગે ગીત રિલીઝ, જૂની યાદો તાજી કરી આંખો નમ કરી દેશે!