સિદ્ધાર્થ શુકલા અને શેફાલી જરીવાલાનું મૃત્યુ મારા માટે બહુ આઘાતજનક હતું. આ બંને કલાકારો સાથે મારે ગાઢ સંબંધ હતો. સિદ્ધાર્થ-શેફાલીનું અચાનક મૃત્યુ થતા મારા પર બહુ ઊંડી અસર થઈ હતી. કારણ કે બંને મારા મિત્રો હતા અને તેમની સાથે મે સારો સમય પસાર કર્યો હતો. હું એટલી આઘાતમાં હતી કે એંગ્ઝાયટીનો શિકાર થઈ ગઈ. ગોવિંદાની ભત્રીજી અને કૃષ્ણાની બહેન આરતી સિંહે એક પોડકાસ્ટમાં પોતાના અંગત જીવનને લઈને આ ખુલાસો કર્યો છે.


આરતી સિંહે અંગત જીવનનો કર્યો ખુલાસો

કોમેડીયન કૃષ્ણાની બહેન આરતી સિંહ એક અભિનેત્રી છે. તેણે અનેક ટીવી સીરીયલ અને ફિલ્મોમાં કામ કર્યું છે. તાજેતરમાં જ અભિનેત્રી રશ્મિ દેસાઈના પોડકાસ્ટમાં આરતી સિંહે આ વાત કરી. તેણે કહ્યું કે બિગ બોસ 13માં હું સિદ્ધાર્થ અને શેફાલી મિત્રો બની ગયા હતા. જયારે અચાનક સિદ્ધાર્થ શુક્લા અને શેફાલી જરીવાલાનું નિધન થતા હું ભાંગી પડી હતી. બંને મિત્રો ગુમાવ્યાના દુઃખથી મારા પર માનસિક અને ભાવનાત્મક અસર પડી હતી. આ સમયમાં મને મારા પતિ દિપકે સંભાળી. જો તેનો સહયોગ ના હોત તો હું ડિપ્રેશનમાં આવી જાત.

ખાસ મિત્રો ગુમાવતા હું ભાંગી પડી હતી

મારા પતિ દીપક ચૌહાણ જીવનમાં ઘણી શાંતિ લઈને આવ્યા છે, ખાસ કરીને તે ક્ષણોમાં જ્યારે તે ગભરાયેલી અને ડરેલી હોય છે. સિદ્ધાર્થ શુક્લા અને શેફાલી જરીવાલા હવે આપણી વચ્ચે નથી તે વિચારીને મને ડર લાગે છે. ક્યારેક હું ખૂબ જ ભાવુક થઈ જાઉં છું અને પારસ છાબડાને મદદ કરવા માટે ફોન કરું છું. આનાથી મને ખૂબ ડર લાગે છે. જણાવી દઈએ કે ટીવી અભિનેત્રી આરતી સિંહ બિગ બોસ સીઝન 13નો ભાગ હતી. આ જ શોમાં સિદ્ધાર્થ શુક્લા અને શેફાલી જરીવાલા પણ એક સ્પર્ધક તરીકે સામેલ થયા હતા. સિદ્ધાર્થ શુક્લા બિગ બોસ 13માં વિજેતા બન્યો હતો.

લગ્ન બાદ જીવનમાં બદલાવ આવ્યો

આરતી સિંહ અને દીપક ચૌહાણના લગ્ન એપ્રિલ 2024 માં મુંબઈમાં ભવ્ય રીતે થયા હતા. તેમના લગ્ન એરેન્જ મેરેજ હતા. આરતી સિંહે વધુમાં કહ્યું કે તે દિપક સાથે લગ્નથી ખુશ છે. લગ્ન પછી હું ઘણી શાંત થઈ ગઈ છું. મારી ગભરાટ અને અતિશય ઉત્તેજના નોંધપાત્ર રીતે ઓછી થઈ ગઈ છે કારણ કે દીપક ખૂબ જ સમજદાર છે. જ્યારે હું ગુસ્સે થાઉં છું, ત્યારે તે સમજણ અને શાંતિથી પરિસ્થિતિનો સામનો કરે છે અને મને શાંત પાડે છે. 


આ પણ વાંચો : Entertainment : રડવાનું મન થાય છે, રાત્રે સૂવું મુશ્કેલ બન્યું.. બીજી વાર માતા બન્યા બાદ આખરે ભારતી સિંહ કઈ બીમારીની શિકાર થઈ

  • Follow us on: