ટેલિવિઝન જગતમાં ફરી એકવાર ઉત્સુકતા વધી ગઈ છે. એકતા કપૂરના બહુપ્રતિક્ષિત શો ‘નાગિન 7’ની શરૂઆત થઈ ચૂકી છે અને હવે શો સાથે જોડાયેલા નવા અપડેટ્સ સામે આવી રહ્યા છે. આ સીઝનમાં પ્રિયંકા ચહર ચૌધરી મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળી રહી છે, જ્યારે નામિક પોલ મહત્વપૂર્ણ ભૂમિકામાં છે. ઈશા સિંહ અને એલિસ કૌશિક પણ શોમાં ખાસ પાત્રો ભજવી રહ્યા છે.
લાંબા બ્રેક બાદ જોવા મળશે
આ વચ્ચે ચર્ચા છે કે લોકપ્રિય અભિનેતા આકાશદીપ સાયગલ સાત વર્ષ બાદ TV પર પરત ફરી રહ્યા છે. અફવાઓ અનુસાર, તેઓ ‘નાગિન 7’નો ભાગ બની શકે છે. શોમાં તેમની ભૂમિકા શું હશે તેની કોઈ સત્તાવાર જાહેરાત હજી સુધી કરવામાં આવી નથી, પરંતુ માનવામાં આવે છે કે તેમનું પાત્ર કથામાં મોટો વળાંક લાવશે.
ખલાનાયક ભૂમિકાઓ માટે જાણીતા
આકાશદીપ સાયગલને દર્શકો ખાસ કરીને તેમની ખલનાયક ભૂમિકાઓ માટે યાદ કરે છે. તેથી ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે ‘નાગિન 7’માં પણ તેઓ નેગેટિવ પાત્રમાં જોવા મળી શકે છે. જો આવું થાય, તો શોમાં રોમાંચ અને ડ્રામા બંને વધુ વધી શકે છે. આકાશદીપ સાયગલ 90ના દાયકાના લોકપ્રિય TV શો ‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી’માં તુલસી વિરાનીના નાના પુત્ર અંશ ગુજરાલના પાત્રથી ઘર-ઘરમાં જાણીતા બન્યા હતા. આ પાત્રે તેમને ખાસ ઓળખ અપાવી હતી. બાદમાં તેઓ ‘બિગ બોસ 5’માં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી સાથે જોડાયા હતા.
Bigg Boss દરમિયાન ઉગ્ર વાદ-વિવાદના કારણે ચર્ચામાં
‘Bigg Boss’ દરમિયાન આકાશદીપ પોતાના ગુસ્સા અને સલમાન ખાન સાથે થયેલા ઉગ્ર વાદ-વિવાદને કારણે ચર્ચામાં રહ્યા હતા. તે સમયે તેમણે આરોપ લગાવ્યો હતો કે સલમાન ખાને તેમની કારકિર્દી બરબાદ કરી દીધી. આ વિવાદે તેમને ભારે ચર્ચામાં લાવી દીધા હતા.
2017માં ‘શેર-એ-પંજાબ: મહારાજા રણજીત સિંહ’
આકાશદીપ છેલ્લે 2017માં ‘શેર-એ-પંજાબ: મહારાજા રણજીત સિંહ’ શોમાં જોવા મળ્યા હતા. ત્યારબાદ તેમણે તેમની માતાના સ્વાસ્થ્ય અને પોતે ડિપ્રેશનથી ઝઝૂમતા હોવાના કારણે ટેલિવિઝનથી વિરામ લીધો હતો. ત્યારથી તેમના ચાહકો તેમની વાપસીની રાહ જોઈ રહ્યા હતા. હવે જો આકાશદીપ સાયગલ ખરેખર ‘નાગિન 7’ સાથે પરત ફરશે, તો 2026 તેમના ચાહકો માટે ખુશખબર લઈને આવી શકે છે. તેમની એન્ટ્રી શોમાં કેટલો મોટો ફેરફાર લાવે છે, તે જોવું રસપ્રદ રહેશે.
આ પણ વાંચો : 'સૂર્યકુમાર યાદવ મને બહુ મેસેજ...', બોલીવુડ એક્ટ્રેસે ભારતીય કેપ્ટન વિશે કર્યો ચોંકાવનારો ખુલાસો