રડવાનું મન થાય છે, રાત્રે સૂવાનું પણ મુશ્કેલ બની ગયું છે. શું કરું કંઈ જ ખબર પડતી નથી. લાફટર શેફમાં લોકોને હસાવતી ભારતી આખરે કેમ આવું કહી રહી છે. ભારતી સિંહે પોતાના બ્લોગમાં આ વાત કહી. કોમેડી કવીન ભારતી સિંહ બીજી વાર માતા બની. ભારતી બાળકને જન્મ આપ્યા બાદ બ્લોગ દ્વારા પોતાના ફેન્સ સાથે જોડાયેલી રહી છે. તાજેતરના વ્લોગમાં, ભારતી સિંહે આ ખુલાસો કર્યો કે તેને કંઈ કરવું ગમતું નથી કારણ કે તે પોસ્ટપાર્ટમ ડિપ્રેશનથી પીડાઈ રહી છે. 


હું અત્યારે મૂંઝવણમાં છું, ભારતી સિંહ

19 ડિસેમ્બરના રોજ ભારતી સિંહે તેના બીજા પુત્ર કાજુને જન્મ આપ્યો હતો. દરમિયાન થોડો સમય ભારતી હોસ્પિટલમાં જ રહી હતી. કોમેડિયન 27મીએ હોસ્પિટલમાંથી ઘરે પરત ફરી હતી. તાજેતરના પોતાના બ્લોગમાં અભિનેત્રીએ પોતાનું દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે તેને કોઈ દેખીતા કારણ વગર રડવાનું મન થાય છે. રાત્રે સૂવું તેના માટે ખૂબ મુશ્કેલ બની ગયું છે. ઘરમાં બધું બરાબર છે. દરેક કામ માટે નોકરો અને લોકો છે. કોઈ પણ બાબતમાં કોઈ જ સમસ્યા નથી, પરંતુ તે હજુ પણ સમજી શકતી નથી કે તેને શા માટે રડી રહી છે. તે આગળ કહે છે કે હું અત્યારે મૂંઝવણ અને ઘણી સમસ્યાઓનો સામનો કરી રહી છું.

ભારતી સિંહ પોસ્ટપાર્ટમ ડિપ્રેશનની શિકાર

લોકોને હસાવતી કોમેડીયન ભારતી સિંહ અત્યારે ડિલીવરી પછીના પોસ્ટપાર્ટમ ડિપ્રેશનની શિકાર થઈ છે. કોમેડી કવીન ભારતીએ પણ શેર કર્યું કે માતા બન્યા પછી તેનું જીવન કેટલું બદલાઈ ગયું છે. ખાસ કરીને હવે બીજી વાર માતા બન્યા બાદ તે મુસાફરી અને પહેલાની જેમ જીવન જીવવાનું ચૂકી જાય છે. આ વીડિયોમાં, ભારતીના પતિએ પોતાની પ્રતિક્રિયાથી સોશિયલ મીડિયા યુઝર્સના દિલ જીતી લીધા. ઘરે પહોંચ્યા પછી, હર્ષે ભારતીને રડતી જોઈ અને તરત જ તેના આંસુ લૂછ્યા, તેને ગળે લગાવી, અને તેને ખુશ કરવા માટે એક મજાક પણ કહી. 


આ પણ વાંચો : Dhurandhar ફિલ્મે 24 દિવસમાં દુનિયાભરમાં 11 બિલિયનથી વધુ કમાણી કરી, આદિત્ય ધરની પ્રશંસાથી ખુશ થઈ યામી ગૌતમ

  • Follow us on: