રણવીર સિંહની ફિલ્મ ધુરંધર બોલિવૂડની સૌથી મોટી બ્લોકબસ્ટર બની છે. આ ફિલ્મના તમામ પાત્રો ઉપરાંત ફિલ્મના ડાયરેક્ટર આદિત્ય ધર પણ ખૂબ ચર્ચામાં છે. આદિત્યએ અગાઉ 'ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક' જેવી બ્લોકબસ્ટર ફિલ્મ દ્વારા બોલીવુડમાં ધમાકેદાર ડેબ્યુ કર્યું હતું. ફિલ્મે કમાણીમાં પુષ્પા-2, છાવા, પઠાણ, જવાન અને એનિમલ જેવી મોટી હિટ ફિલ્મોને પાછળ છોડી દીધી છે. આદિત્ય ધરની લોકો પ્રશંસા કરી રહ્યા છે એ જોઈ તેની પત્ની અને અભિનેત્રી યામી ગૌતમ પણ ખુબ ખુશ છે.


યામીએ ધુરંધર વિશે શું કહ્યું?

રણવીર સિંહ અભિનીત ફિલ્મનું શૂટિંગ શરૂ થાય તે પહેલાં, યામીએ ખુલાસો કર્યો કે તે એક અભિનેતા તરીકે "ધુરંધર"નો ભાગ બનવા માટે કેટલી ઉત્સાહિત હતી. યામીએ કહ્યું, "જ્યારે મેં આ ફિલ્ના સેકન્ટ પાર્ટ સ્ક્રિપ્ટ વાંચી, ત્યારે મને થયું કે કાશ હું છોકરો હોત. આ સ્ક્રિપ્ટ અદ્ભુત છે. તે એક અદ્ભુત દુનિયા છે. જોકે, તેણે (આદિત્ય) તરત જ ઉમેર્યું કે તે પોતાના અંગત અને વ્યાવસાયિક જીવનને અલગ રાખે છે. તેમ છતાં, મારી પાસે આવી કોઈ અપેક્ષાઓ નથી. હું અને આદિત્ય એકબીજાના કામનો આદર કરીએ છીએ. પોતાના કામને લઈને અમારી વચ્ચે એક રેખા છે અને મને નથી લાગતું કે તે રેખા ઝાંખી હોવી જોઈએ. અમે તે વિશે ખૂબ સ્પષ્ટ છીએ." 

હું ખૂબ જ ભાગ્યશાળી છું, યામી ગૌતમ

નોંધનીય છે કે યામીનું નામ "ધુરંધર" ના ક્રેડિટ્સમાં પણ દેખાય છે, જ્યાં આદિત્ય તેમનો આભાર માને છે. કામ અને અંગત જીવનને સંતુલિત કરવા વિશે વાત કરતાં, યામીએ કહ્યું, "એક સમય હતો જ્યારે અભિનેત્રીઓને તેમના લગ્ન અને માતા બનવાના સમાચાર છુપાવવાનું કહેવામાં આવતું હતું. આજે, ઘણું બદલાઈ ગયું છે.  મને ખુશી છે કે હું લગ્ન બાદ અને માતા બન્યા બાદ કામ કરવાનું ચાલુ રાખી રહી છું.  હું ખૂબ જ ભાગ્યશાળી છું કે આદિત્ય ધર મારા પતિ છે.

ધુરંધરની મોટી ખાસિયત તેની સ્ટાર કાસ્ટ

આ ફિલ્મની સૌથી મોટી ખાસિયત તેની સ્ટાર-સ્ટડેડ કાસ્ટ છે. આદિત્ય ધરે આ એક્શન થ્રિલર માટે રણવીર સિંહ, સંજય દત્ત, આર. માધવન અને અક્ષય ખન્ના જેવા બોલીવુડના દિગ્ગજ કલાકારોને એકસાથે લાવ્યા છે.  આ ફિલ્મની વાર્તા ભારતીય ગુપ્તચર સંસ્થા R&AW (Research and Analysis Wing) ના સુવર્ણકાળ અને તેના વાસ્તવિક મિશન પર આધારિત હોવાથી લોકોને વધુ પસંદ પડી રહી છે.  બોલિવૂડની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે ધુરંધર. જેણે માત્ર 24 દિવસમાં વિશ્વભરમાં ₹11 બિલિયનથી વધુ કમાણી કરી છે. 


આ પણ વાંચો : 3 Idiots : ફેન્સની આશા પર ફરી વળ્યું પાણી! નથી બની રહી 3 ઈડિયટ્સની સિક્વલ? આમિર-માધવને કર્યો ખુલાસો

  • Follow us on: