ભારતના T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવની ઈમેજ એકદમ સ્પષ્ટ છે. તે કોઈપણ વિવાદમાં ફસાતો નથી. તે મેદાન પર શાંત વર્તન રાખે છે, અને જો કોઈ વિવાદ થાય તો પણ તે શાંતિથી તેનો ઉકેલ લાવે છે.
બોલીવુડની એક એક્ટ્રેસે સૂર્યકુમાર વિશે એક એવો દાવો કર્યો છે જે સાંભળીને ફેન્સ દંગ રહી ગયા. આ એક્ટ્રેસનું નામ ખુશી મુખર્જી છે.
ખુશી તાજેતરમાં MTV સ્પ્લિટ્સવિલા પર જોવા મળી હતી. તેણે કહ્યું કે 'સૂર્યકુમાર તેને ખૂબ મેસેજ કરતો હતો. તેણે વધુમાં કહ્યું કે તેમનો સંબંધ લાંબો સમય ટક્યો નહીં.' સૂર્યકુમાર હાલમાં પરિણીત છે અને તેની પત્નીનું નામ દેવીશા છે. લાંબા સમય સુધી ડેટિંગ કર્યા પછી બંનેએ લગ્ન કર્યા.
'હું ડેટ કરવા માગતી નથી': ખુશી મુખર્જી
ખુશીને તાજેતરમાં એક કાર્યક્રમમાં પૂછવામાં આવ્યું હતું કે શું તે કોઈ ક્રિકેટરને ડેટ કરવા માગે છે અને તેણે ફક્ત જવાબ આપ્યો ks "હું કોઈ ક્રિકેટરને ડેટ કરવા માગતી નથી. મારો પીછો કરતા ઘણા ક્રિકેટરો છે. સૂર્યકુમાર મને ખૂબ મેસેજ કરતા હતા. હવે અમે વધારે વાત કરતા નથી. હું તેની સાથે જોડાવા માગતી નથી. મને કોઈ પણ પ્રકારની લિંક-અપ અફવાઓ પસંદ નથી."
સૂર્યકુમાર યાદવ પત્ની સાથે પહોંચ્યો તિરુપતિ
સૂર્યકુમાર યાદવે મંગળવારે તેની પત્ની સાથે તિરુપતિમાં શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરની મુલાકાત લીધી હતી. ભારત આવતા વર્ષે તેની કેપ્ટનશીપ હેઠળ 2026ના T20 વર્લ્ડકપમાં રમશે અને પોતાનું ટાઈટલ ડિફેન્ડ કરવાનો પ્રયાસ કરશે. સૂર્યકુમારનું ફોર્મ પણ ચર્ચાનો વિષય છે. તેને લાંબા સમયથી રન બનાવ્યા નથી. મંદિરની મુલાકાત લઈને સૂર્યકુમારે ચોક્કસપણે તેમના ફોર્મ માટે અને ટીમ ઈન્ડિયા વર્લ્ડકપ જીતે તે માટે પ્રાર્થના કરી હશે.
આ પણ વાંચો: Hardik Pandya ફરી એકવાર ટીમ ઈન્ડિયાનો બનશે કેપ્ટન! 2026માં સિલેક્શન કમિટી લેશે મહત્વપૂર્ણ નિર્ણય?