બેટ્સમેન વૈભવ સૂર્યવંશી હાલમાં વિજય હજારે ટ્રોફીમાં રમી રહ્યો છે, બિહારનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે. તે શાનદાર ફોર્મમાં છે અને તેને પોતાની રમતથી બધાને પ્રભાવિત કર્યા છે. તેને મેઘાલય સામે સારી શરૂઆત કરી હતી પરંતુ તેને મોટા સ્કોરમાં રૂપાંતરિત કરવામાં નિષ્ફળ ગયો.


વૈભવ સૂર્યવંશીએ બનાવ્યા 31 રન

મેઘાલય સામે બિહાર તરફથી વૈભવ સૂર્યવંશી 10 બોલમાં 31 રન બનાવીને આઉટ થયો હતો. તેને પોતાની ઈનિંગમાં 6 ચોગ્ગા અને 1 છગ્ગા ફટકાર્યા અને 310ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી હતી. તેને બોલર આકાશ કુમારના બોલ પર મોટો સ્ટ્રોક લેવાનો પ્રયાસ કર્યો હતો અને દીપુના હાથે કેચ આઉટ થયો હતો.

વૈભવ સૂર્યવંશીએ અરુણાચલ પ્રદેશ સામે ફટકારી જોરદાર સદી

2025-26માં વિજય હજારે ટ્રોફીમાં અરુણાચલ પ્રદેશ સામે બિહાર ટીમ માટે વૈભવ સૂર્યવંશીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેને 84 બોલમાં 190 રન બનાવ્યા હતા, જેમાં 16 ચોગ્ગા અને 15 છગ્ગા ફટકાર્યા હતા. તેના શાનદાર પ્રદર્શનને કારણે તેની ટીમ 397 રનની વિશાળ જીત તરફ દોરી ગઈ હતી. તે મણિપુર સામેની મેચમાં રમ્યો ન હતો કારણ કે તેને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા પ્રધાનમંત્રી બાળ રમતગમત પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ જ કારણ છે કે તે દિલ્હી આવ્યો હતો.

અંડર-19 એશિયા કપમાં શાનદાર પ્રદર્શન

છેલ્લા કેટલાક વર્ષોમાં વૈભવ સૂર્યવંશીને જ્યારે પણ તક મળી છે ત્યારે તેને પોતાને સાબિત કર્યો છે. તેને આ પહેલા ભારત A અને ભારતીય અંડર-19 ટીમ માટે સારું પ્રદર્શન કર્યું છે. તેને અંડર-19 એશિયા કપમાં પણ સારું પ્રદર્શન કર્યું હતું, UAE સામે શાનદાર સદી ફટકારી હતી. તેને 95 બોલમાં 171 રન બનાવ્યા હતા.

વૈભવ સૂર્યવંશી IPLમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમે છે અને આ વખતે રાજસ્થાન ટીમે તેને રિટેન કર્યો છે. તેને IPL 2025માં 7 મેચમાં કુલ 252 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો: Pakistanના ક્રિકેટરની એક્સ પત્નીએ છૂટાછેડા પર વ્યક્ત કર્યું પોતાનું દુઃખ, કહ્યું- 'ત્રીજા વ્યક્તિને કારણે...'



  • Follow us on: