પાકિસ્તાની ક્રિકેટર ઈમાદ વસીમની એક્સ પત્ની સાનિયા અશફાકે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. સાનિયાએ કહ્યું કે ઈમાદ વસીમ અને તેના છૂટાછેડા તેમના લગ્નમાં ત્રીજા વ્યક્તિની દખલગીરીને કારણે થયા હતા. વસીમે તાજેતરમાં જ તેની પત્નીથી અલગ થવાની પુષ્ટિ કરી છે, જેનાથી સાનિયાનો ખુલાસો ખરેખર આઘાતજનક બની ગયો છે.


37 વર્ષના ઈમાદ વસીમે એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે તેને અને સાનિયા અશફાકે 6 વર્ષના લગ્નજીવન પછી અલગ થવાનો નિર્ણય લીધો છે. તેને વિનંતી કરી કે ભવિષ્યમાં સાનિયાને તેની પત્ની તરીકે ઓળખવામાં ન આવે અને લોકોને તેમની પ્રાઈવસીનો આદર કરવા વિનંતી કરી.

એક્સ પત્ની સાનિયાનો ખુલાસો

સોશિયલ મીડિયા પર પોતાનું દુઃખ વ્યક્ત કરતા સાનિયા અશફાકે લખ્યું છે કે "મારું ઘર બરબાદ થઈ ગયું છે અને મારા બાળકો હવે પિતા વિનાના થઈ ગયા છે. હું ત્રણ બાળકોની માતા છું, જેમાં 5 મહિનાનું નવજાત બાળક પણ છે જેને હજુ સુધી પિતાનો પ્રેમ મળ્યો નથી. આ એવી સ્ટોરી નથી જે હું શેર કરવા માંગતી હતી, પરંતુ મૌનને ક્યારેય નબળાઈ ન સમજવી જોઈએ."


ત્રીજા વ્યક્તિની દખલગીરી...

સાનિયાએ આગળ લખ્યું છે કે "અન્ય લગ્નોની જેમ, અમારા સંબંધોમાં પણ કેટલીક સમસ્યાઓ હતી, છતાં તે અસ્તિત્વમાં રહી નહીં. હું એક પત્ની, માતા અને પરિવાર બનવા માટે પ્રતિબદ્ધ રહી."

વધુમાં સાનિયાએ લખ્યું છે કે "આખરે ત્રીજા વ્યક્તિની દખલગીરી જેનો હેતુ મારા પતિ સાથે લગ્ન કરવાનો હતો, તેના કારણે અમારા સંબંધો તૂટી ગયા." ઈમાદ વસીમ અને સાનિયા અશફાકે 2019માં લગ્ન કર્યા હતા. આ સંબંધથી તેમને ત્રણ બાળકો છે.

આ પણ વાંચો: Shreyas Iyer આ દિવસે મેદાનમાં પરત ફરવા માટે છે તૈયાર! ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર



  • Follow us on: