ગૌતમ ગંભીરના હેડ કોચ બન્યા બાદથી ટીમ ઈન્ડિયા ટેસ્ટ ક્રિકેટમાં ખરાબ સ્થિતિમાં છે. ટે પહેલીવાર ભારતીય ટીમને ન્યુઝીલેન્ડ સામે ઘરઆંગણે અપમાનિત કરવામાં આવી હતી અને ઓસ્ટ્રેલિયામાં સતત ત્રીજી વખત બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતવાનું તેમનું સ્વપ્ન પણ ચકનાચૂર થઈ ગયું હતું.


આ દરમિયાન સાઉથ આફ્રિકા પણ ભારતના કિલ્લાને તોડવામાં સફળ રહ્યું. ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાના ખરાબ પ્રદર્શનને જોતાં ગૌતમ ગંભીર પર સવાલો ઉભા થઈ રહ્યા છે. એવી પણ ચર્ચાઓ ફેલાઈ રહી છે કે વીવીએસ લક્ષ્મણ ગંભીરનું સ્થાન ટેસ્ટ કોચ તરીકે લઈ શકે છે. પરંતુ બીસીસીઆઈએ પહેલીવાર આ મુદ્દે પોતાનું મૌન તોડ્યું છે.

ગંભીર પર BCCIએ તોડ્યું મૌન

મીડિયા સાથે વાત કરતાં BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ ગૌતમ ગંભીરને ટેસ્ટ કોચ પદેથી હટાવવાના અહેવાલોને સંપૂર્ણપણે ફગાવી દીધા, તેમને માત્ર ચર્ચાઓ ગણાવી. દેવજીત સૈકિયાએ કહ્યું કે "ગૌતમ ગંભીર વિશે કોઈ ચર્ચા થઈ નથી. અન્ય કોઈ કોચનો સંપર્ક કરવામાં આવ્યો નથી. આ ફક્ત અફવાઓ છે અને બીજું કંઈ નથી."

તેમને એ પણ સ્પષ્ટ કર્યું કે ગંભીર તેમના કરાર મુજબ ભારતીય ટીમ સાથે કામ કરવાનું ચાલુ રાખશે અને હાલમાં તેમનું પદ જોખમમાં નથી. વધુમાં BCCI સચિવે પણ કોચિંગ સ્ટાફમાં કોઈપણ ફેરફારની સ્પષ્ટપણે ના પાડી છે.

ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની હાલત ખરાબ

ટીમ ઈન્ડિયા ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાં ખૂબ જ સંઘર્ષ કરી રહી છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીની નિવૃત્તિ પછી, ભારતીય ટીમનો બેટિંગ ઓર્ડર સ્પિનરો સામે ખરાબ રીતે નિષ્ફળ રહ્યો છે. ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકા સામે ઘરઆંગણે સિરીઝ 2-0 થી હારી ગઈ. સાઉથ આફ્રિકાએ સિરીઝની બીજી ટેસ્ટ 408 રનથી જીતી લીધી. રનની દ્રષ્ટિએ પણ આ ભારતની સૌથી મોટી હાર હતી.

આ પણ વાંચો: ક્રિકેટ જગતમાં શોકની લહેર, દિગ્ગજ કોચને મેદાનમાં આવ્યો હાર્ટ એટેક, હોસ્પિટલમાં થયું મૃત્યુ


  • Follow us on: