BCCIએ 27 ડિસેમ્બરે 2026ના અંડર-19 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી હતી. ટીમમાં કુલ 15 ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. આયુષ મ્હાત્રેને ફરી એકવાર ભારતીય ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે.


વૈભવ સૂર્યવંશીને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. BCCIએ સાઉથ આફ્રિકા સામેની 3 મેચની વનડે સિરીઝ માટે ભારતની અંડર-19 ટીમની જાહેરાત કરી છે.

વૈભવ સૂર્યવંશી બન્યો કેપ્ટન

અંડર-19 વર્લ્ડકપ પહેલા ભારતીય ટીમ સાઉથ આફ્રિકા સામે 3 મેચની ODI સિરીઝ માટે સાઉથ આફ્રિકાનો પ્રવાસ કરશે. આ સિરીઝ માટે આયુષ મ્હાત્રેને આરામ આપવામાં આવ્યો છે. વૈભવ સૂર્યવંશી કેપ્ટન તરીકે જવાબદારી સંભાળશે. આયુષ મ્હાત્રેને કાંડામાં ઈજા થઈ છે, તેથી તે સાઉથ આફ્રિકા સામેની સિરીઝમાં ભાગ લેશે નહીં. પરંતુ આયુષ મ્હાત્રે અંડર-19 વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રહેશે.

એશિયા કપમાં ભારતનું શાનદાર પ્રદર્શન

આ પહેલા ભારતીય ટીમે અંડર-19 એશિયા કપ 2025માં સારું પ્રદર્શન કર્યું હતું. ભારત એશિયા કપ 2025ની ફાઈનલમાં પહોંચ્યું હતું, પરંતુ પાકિસ્તાને ભારતને હરાવીને ટાઈટલ જીત્યું હતું. આયુષ મ્હાત્રેની કેપ્ટનશીપ હેઠળ ભારતીય અંડર-19 ટીમ છેલ્લા કેટલાક મહિનાઓમાં સારું પ્રદર્શન કરી રહી છે.

ટીમ ઈન્ડિયા ગ્રુપ સ્ટેજમાં આ ટીમોનો કરશે સામનો

ભારતીય અંડર-19 ટીમને આગામી ICC અંડર-19 વર્લ્ડકપના ગ્રુપ Aમાં યુએસએ, બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ સાથે ડ્રો કરવામાં આવી છે. ટીમ 15 જાન્યુઆરીએ યુએસએ સામે પોતાની પહેલી મેચ રમશે, જ્યારે બીજી મેચ 17 જાન્યુઆરીએ બાંગ્લાદેશ સામે રમશે. ત્યારબાદ ભારતીય અંડર-19 ટીમ 24 જાન્યુઆરીએ ન્યુઝીલેન્ડ સામે અંતિમ ગ્રુપ સ્ટેજ મેચ રમશે. ટીમ ઈન્ડિયા તેની બધી ગ્રુપ સ્ટેજ મેચ ઝિમ્બાબ્વેના બુલાવાયો સ્ટેડિયમમાં રમશે.

અંડર-19 વર્લ્ડકપ 2026 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત

આયુષ મ્હાત્રે (કેપ્ટન), વિહાન મલ્હોત્રા (વિકેટકીપર), વૈભવ સૂર્યવંશી, આરોન જ્યોર્જ, વેદાંત ત્રિવેદી, અભિજ્ઞાન કુંડુ (વિકેટકીપર), હરવંશ સિંહ (વિકેટકીપર), આરએસ અંબરીશ, કનિષ્ક ચૌહાણ, ખિલાન એ. પટેલ, મોહમ્મદ એનાન, હેનીલ પટેલ, ડી. દીપેશ, કિશન કુમાર સિંહ, ઉધવ મોહન.

સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ભારતની ટીમ

વૈભવ સૂર્યવંશી (કેપ્ટન), એરોન જ્યોર્જ (વાઈસ-કેપ્ટન), વેદાંત ત્રિવેદી, અભિજ્ઞાન કુંડુ (વિકેટકીપર), હરવંશ સિંહ (વિકેટકીપર), આરએસ અંબરીસ, કનિષ્ક ચૌહાણ, ખિલાન એ. પટેલ, મોહમ્મદ એનાન, હેનીલ પટેલ, ડી. દિપેશ, કિશન કુમાર સિંહ, ઉધવ મોહન, યુવરાજ ગોહિલ, રાહુલ કુમાર.

આ પણ વાંચો: India Vs Pakistan વચ્ચે વર્ષ 2026માં ક્યારે થશે મેચ, જાણી લો તારીખ

  • Follow us on: