મેલબોર્નમાં રમાયેલી એશિઝ ટેસ્ટ સિરીઝની ચોથી મેચમાં ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને 4 વિકેટથી હરાવ્યું. આ જીતમાં ઈંગ્લેન્ડના બોલરોએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. પરંતુ આ મેચમાં ઈંગ્લેન્ડના દિગ્ગજ બેટ્સમેન જો રૂટે ઈતિહાસ રચ્યો.


જો રૂટ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 22,000 રન બનાવનાર પ્રથમ ઈંગ્લેન્ડ બેટ્સમેન બન્યો હતો. પરંતુ આ ટેસ્ટ મેચની બંને ઈનિંગમાં તે ફક્ત 15 રન જ બનાવી શક્યો હતો.

જો રૂટ આવું કરનાર વિશ્વનો નવમો બેટ્સમેન બન્યો

જો રૂટ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 22,000 રન બનાવનાર વિશ્વનો નવમો બેટ્સમેન બન્યો છે. હવે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 22,000 રન બનાવવાનો રેકોર્ડ સચિન તેંડુલકર, કુમાર સંગાકારા, વિરાટ કોહલી, રિકી પોન્ટિંગ, મહેલા જયવર્ધને, જેક્સ કાલિસ, રાહુલ દ્રવિડ અને બ્રાયન લારા અને જો રૂટના નામે છે. ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. સચિન તેંડુલકર ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ છે.

ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેન

34357 - સચિન તેંડુલકર (ભારત)

28016 - કુમાર સંગાકારા (શ્રીલંકા)

27975 - વિરાટ કોહલી (ભારત)

27483 - રિકી પોન્ટિંગ (ઓસ્ટ્રેલિયા)

25957 - મહેલા જયવર્દને (શ્રીલંકા)

25534 - જેક્સ કાલિસ (સાઉથ આફ્રિકા)

24208 - રાહુલ દ્રવિડ (ભારત)

22358 - બ્રાયન લારા (વેસ્ટ ઈન્ડીઝ)

22000 - જો રૂટ (ઈંગ્લેન્ડ)

જો રૂટે બ્રાયન લારાને છોડ્યા પાછળ

જો રૂટે 501 ઈનિંગમાં ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 22 હજાર રન પૂરા કર્યા અને તેને ૨૨૦૦૦ રન સૌથી ઝડપી બનાવવાના મામલે વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ મહાન બેટ્સમેન બ્રાયન લારાને પાછળ છોડી દીધા છે. 22 હજાર રન સૌથી ઝડપી બનાવનારા બેટ્સમેનોના લિસ્ટમાં જો રૂટ ત્રીજા સ્થાને પહોંચી ગયો છે અને બ્રાયન લારા પહેલા ત્યાં હતા. બ્રાયન લારા હવે 511 ઈનિંગમાં ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 22 હજાર રન પૂરા કરનારા ચોથા સ્થાને આવી ગયા છે. આ લિસ્ટમાં વિરાટ કોહલી પ્રથમ સ્થાને છે, તેને 462 ઈનિંગમાં આ સિદ્ધિ મેળવી હતી જ્યારે સચિન તેંડુલકર બીજા સ્થાને છે, તેને 493 ઈનિંગમાં આ સિદ્ધિ મેળવી હતી.

ઈન્ટરનેશનલ ક્રિકેટમાં જો રૂટનો રેકોર્ડ

જો રૂટની વાત કરીએ તો તેને 162 ટેસ્ટ મેચમાં 50.83ની એવરેજથી 13,777 રન બનાવ્યા છે. વનડેમાં રૂટે 186 મેચમાં 7,330 રન બનાવ્યા છે. તેને T20 ક્રિકેટમાં પણ 893 રન બનાવ્યા છે. જો રૂટે અત્યાર સુધીમાં ટેસ્ટમાં 40 સદી અને વનડે ફોર્મેટમાં 19 સદી ફટકારી છે. જો રૂટ પાસે હજુ પણ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બનવાની તક છે. તે આ બાબતમાં સચિન તેંડુલકરને પાછળ છોડી શકે છે.

આ પણ વાંચો: Team Indiaમાં પરત ફરવા માટે તૈયાર છે સ્ટાર ખેલાડી, નેટ્સમાં કરી જોરદાર પ્રેક્ટિસ, જુઓ VIDEO



  • Follow us on: