બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં વિશ્વભરના ઘણા ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. પહેલી મેચ 27 ડિસેમ્બરે રાજશાહી વોરિયર્સ અને ઢાકા કેપિટલ્સ વચ્ચે રમાઈ રહી છે.
ઢાકા કેપિટલ્સ મેચ પહેલા ટીમના સહાયક કોચ મહેબૂબ અલી ઝાકી મેદાનમાં બેભાન થઈ ગયા હતા, જેના કારણે ઢાકા કેપિટલ્સ ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. મેચ પહેલા ઝાકીને સિલહટ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમથી તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ હોસ્પિટલમાં તેમને બચાવી શકાયા ન હતા.
હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા
મીડિયા રિપોર્ટ મુજબ ઢાકા કેપિટલ્સ બાંગ્લાદેશ પ્રીમિયર લીગ 2025ની તેમની પહેલી મેચ પહેલા સિલહટ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરી રહ્યું હતું. આ દરમિયાન મહેબૂબ અલી ઝાકીએ ટીમની તૈયારીઓ વિશે વાત કરી અને મેચના દિવસે મેચ પહેલાની પ્રેક્ટિસમાં ભાગ લીધો. પરંતુ અંતિમ તૈયારીઓ દરમિયાન તે અચાનક મેદાન પર પડી ગયા. તેમને તાત્કાલિક તબીબી સહાય અને CPR આપવામાં આવ્યું. પરંતુ આ અનુભવી ખેલાડીનું હોસ્પિટલમાં મૃત્યુ થયું.
ઢાકા કેપિટલ્સે શેર કરી પોસ્ટ
ઢાકા કેપિટલ્સના એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે "ઢાકા કેપિટલ્સના સહાયક કોચ મહેબૂબ અલી ઝાકી પ્રેક્ટિસ દરમિયાન મેદાન પર પડી ગયા. તેમને તાત્કાલિક સીપીઆર આપવામાં આવ્યું અને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા."
ઢાકા કેપિટલ્સે પણ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ કર્યું કે "ખૂબ જ દુઃખ સાથે અમે ઢાકા કેપિટલ્સ પરિવારના પ્રિય સહાયક કોચનું હાર્ટ એટેકથી પીડાતા અવસાનની જાહેરાત કરીએ છીએ. આ ભરપાઈ ન થઈ શકે તેવા નુકસાનથી અમે ખૂબ જ દુઃખી છીએ. તેમના આત્માને શાંતિ મળે અને તેમના પરિવાર પ્રત્યે અમારી હૃદયપૂર્વકની સંવેદનાઓ."
બાંગ્લાદેશે ટાઈટલ જીત્યું
મહેબૂબ અલી ઝાકીએ બાંગ્લાદેશ ક્રિકેટમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેમને ઘણા ખેલાડીઓનું માર્ગદર્શન પણ આપ્યું છે. તેમને બાંગ્લાદેશની અંડર-19 ટીમને ચેમ્પિયનનું ટાઈટલ અપાવ્યું હતું. બાંગ્લાદેશે 2020માં અંડર-19 વર્લ્ડકપ જીત્યો હતો. આ બાંગ્લાદેશની પહેલી અને એકમાત્ર ICC ટ્રોફી છે.
આ પણ વાંચો: Hardik Pandya નું ગર્લફ્રેન્ડ મહિકા શર્મા સામે થયું અપમાન! આ શરમજનક કૃત્ય કેમેરામાં થયું કેદ, જુઓ VIDEO