હાર્દિક પંડ્યાએ તાજેતરમાં સાઉથ આફ્રિકા સામેની પાંચ મેચની T20 સિરીઝમાં ભાગ લીધો હતો. તેને સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. અંતિમ મેચમાં હાર્દિકે પોતાની વિસ્ફોટક બેટિંગથી ફેન્સનું ધ્યાન ખેંચ્યું હતું.
હાર્દિક પંડ્યાનું એક ફેન અપમાન કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેની ગર્લફ્રેન્ડ મહિકા શર્મા પણ ત્યાં હાજર હતી. તમને જણાવી દઈએ કે શું છે આખો મામલો.
હાર્દિક પંડ્યા અને મહિકા શર્માનો વીડિયો વાયરલ
મીડિયા રિપોર્ટ મુજબ હાર્દિક પંડ્યા તેની ગર્લફ્રેન્ડ મહિકા શર્મા સાથે ક્રિસમસનું સેલિબ્રેશન કરવા માટે એક રેસ્ટોરન્ટમાં ગયો હતો. જ્યારે હાર્દિક અને મહિકા રેસ્ટોરન્ટમાંથી બહાર આવ્યા, ત્યારે ફેને તેમને ઘેરી લીધા અને ફોટા પાડવાની રિક્વેસ્ટ કરી. હાર્દિકે પહેલા તેની ગર્લફ્રેન્ડને કારમાં બેસાડી અને પછી ફેન સાથે ફોટા પડાવ્યા.
આ દરમિયાન એક ફેન હાર્દિકની નજીક જઈ શક્યો નહીં કે ફોટો ક્લિક કરી શક્યો નહીં. ત્યારબાદ આ ફેને તેને પર અપશબ્દો બોલ્યો અને કહ્યું, "ભાડમાં જા!" પરંતુ હાર્દિકે કોઈ પ્રતિક્રિયા આપી નહીં અને પોતાની કારમાં પાછો ગયો. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
હાર્દિક પંડ્યાનું શાનદાર પ્રદર્શન
હાર્દિક પંડ્યાએ સાઉથ આફ્રિકા સામેની પાંચ મેચની T20 સિરીઝની પહેલી મેચમાં અણનમ 59 રન બનાવ્યા હતા. પોતાની છેલ્લી મેચમાં તેને માત્ર 16 બોલમાં અડધી સદી ફટકારી હતી, જે ભારત માટે બીજી સૌથી ઝડપી T20I અડધી સદી બની હતી. હાર્દિકે તે મેચમાં 63 રન બનાવ્યા હતા. હાર્દિક ભારત માટે T20Iમાં 2,000 રન બનાવનાર અને 100 થી વધુ વિકેટ લેનાર એકમાત્ર ખેલાડી છે. તેને સાઉથ આફ્રિકા સામેની સિરીઝમાં આ સિદ્ધિ મેળવી હતી.
આ પણ વાંચો: લિસ્ટ A ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન, જાણો કોણ છે ટોપ પર