ભારત અને શ્રીલંકાની મહિલા ટીમો વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચની T20 સિરીઝ પર બધા ફેન્સ નજર રાખી રહ્યા છે. જૂન 2026માં રમાનારા મહિલા T20 વર્લ્ડકપ પહેલા ટીમ ઈન્ડિયાની તૈયારીઓમાં સુધારો કરવા માટે આ સિરીઝ મહત્વપૂર્ણ રહેશે.


આ T20 સિરીઝની પહેલી બે મેચ વિશાખાપટ્ટનમ સ્ટેડિયમમાં રમાઈ હતી અને ટીમ ઈન્ડિયાએ બંનેમાં સરળતાથી જીત મેળવી હતી. હવે ટીમ તિરુવનંતપુરમ પહોંચી ગઈ છે, જ્યાં શ્રેસિરીઝની ત્રીજી મેચ ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે, જ્યાં બધાનું ધ્યાન પીચ પર કેન્દ્રિત છે.

અહીંની પિચ બેટિંગ માટે યોગ્ય

તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં હજુ સુધી મહિલા T20 ઈન્ટરનેશનલ મેચનું આયોજન થયું નથી. ત્યાં 4 મેન્સની T20 ઈન્ટરનેશનલ મેચ રમાઈ છે અને પિચના રેકોર્ડને જોતાં તે બેટિંગ માટે ખૂબ અનુકૂળ લાગે છે. આ 4 મેચમાં, પહેલા બેટિંગ કરનારી ટીમે 2 જીતી છે, જ્યારે ટાર્ગેટનો પીછો કરતી ટીમે પણ 2 જીતી છે.

ટોસ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે, કારણ કે વિજેતા ટીમને પહેલા બોલિંગ કરવી કે બેટિંગ કરવી તે નક્કી કરવામાં મુશ્કેલી પડી શકે છે. અહીં એવરેજ પ્રથમ ઈનિંગનો સ્કોર 140 થી 145 રન સુધીનો છે.

સિરીઝમાં અજેય લીડ મેળવવા ઉતરશે ટીમ ઈન્ડિયા

ભારતીય મહિલા ટીમ ICC ODI વર્લ્ડ કપ જીત્યા પછી તેની પહેલી ઈન્ટરનેશનલ સિરીઝ રમી રહી છે અને હવે તેની નજર T20 વર્લ્ડકપ જીતવા પર છે. સિરીઝની પહેલી બે મેચમાં ટીમ ઈન્ડિયાના બોલરો અને બેટ્સમેનોનું વર્ચસ્વ સ્પષ્ટપણે જોવા મળ્યું હતું. હવે ત્રીજી મેચમાં ભારતીય ટીમ સિરીઝમાં અજેય લીડ મેળવવાનું ટાર્ગેટ રાખશે, જેનાથી ટીમમાં અન્ય નવી ખેલાડીઓ બાકીની 2 મેચમાં રમી શકશે.

આ પણ વાંચો: Deepti Sharma પાસે ઈતિહાસ રચવાની તક, T20Iમાં આવું કરનારી બનશે પહેલી ભારતીય ખેલાડી


  • Follow us on: