ઓસ્ટ્રેલિયા બોક્સિંગ ડે ટેસ્ટ હારી ગયું. ઈંગ્લેન્ડે 4 વિકેટથી જીત મેળવી અને એશિઝ ટેસ્ટ સિરીઝમાં તેમની પહેલી જીત મેળવી. પરંતુ મેલબોર્નમાં મળેલી જીતથી સિડનીમાં રમાનારી અંતિમ ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની તકો વધી ગઈ છે.
મેલબોર્નમાં રમાયેલી ચોથી ટેસ્ટ દરમિયાન ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર ગુસ એટકિન્સનને ઈજા થઈ હતી, જેના કારણે તેને બીજા દિવસે મેદાન છોડી દેવું પડ્યું હતું. તે પાંચમી ટેસ્ટમાં રમી શકશે કે નહીં તે સ્પષ્ટ નથી.
ગુસ એટકિન્સનને બોલિંગ કરવામાં પડી રહી હતી મુશ્કેલી
વાસ્તવમાં જ્યારે ગુસ એટકિન્સન તેના સ્પેલની પાંચમી ઓવર ફેંકી રહ્યો હતો, ત્યારે તેને તેના હેમસ્ટ્રિંગમાં દુખાવો થયો. આ પછી તે તરત જ મેદાન છોડીને ચાલ્યો ગયો. ઈંગ્લેન્ડ ક્રિકેટે પાછળથી પુષ્ટિ આપી કે એટકિન્સનને હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ છે અને તે મેચમાં આગળ રમી શકશે કે નહીં તે અંગેનો નિર્ણય તેની ઈજાની ગંભીરતાના આધારે લેવામાં આવશે.
બોર્ડે તેના ઓફિશિયલ એક્સ હેન્ડલ પર લખ્યું છે કે ગુસ એટકિન્સન આજે સવારે પાંચમી ઓવર ફેંક્યા પછી મેદાન છોડીને ચાલ્યો ગયો કારણ કે તેને તેના લેફ્ટ હેમસ્ટ્રિંગમાં થોડો દુખાવો થયો હતો. તેની ઈજાની ગંભીરતા આગામી થોડા કલાકોમાં જોવા મળશે.
જોફ્રા આર્ચરની જગ્યાએ ગુસ એટકિનસનને આપવામાં આવી તક
મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં ચોથી ટેસ્ટ પહેલા સાઈડ સ્ટ્રેનને કારણે એશિઝ સિરીઝની બાકીની મેચોમાંથી બહાર થઈ ગયેલા ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરના સ્થાને ગુસ એટકિન્સનને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો. રાઈટ હેન્ડના આ ફાસ્ટ બોલરે પહેલી ઈનિંગમાં શાનદાર બોલિંગ કરી હતી, 14 ઓવરમાં 28 રન આપીને 2 વિકેટ લીધી હતી. પર્થમાં રમાયેલી પહેલી ટેસ્ટ દરમિયાન માર્ક વુડના ઘૂંટણની ઈજા ફરી સામે આવી હતી, જેના કારણે તે સિરીઝમાંથી બહાર થઈ ગયો હતો.
ઓસ્ટ્રેલિયાએ એશિઝ સિરીઝ જીતી લીધી છે
ઓસ્ટ્રેલિયાએ પહેલી 3 ટેસ્ટ મેચ જીતીને એશિઝ ટેસ્ટ સિરીઝ પહેલાથી જ જીતી લીધી છે. ઈંગ્લેન્ડ હારના અંતરને ઘટાડવા માટે સિડનીમાં પાંચમી ટેસ્ટ જીતવા માટે ઉત્સુક રહેશે. ઈંગ્લેન્ડ ક્રિકેટે હજુ સુધી ગુસ એટકિનસનની હેમસ્ટ્રિંગ ઈજાની ગંભીરતા અંગે કોઈ કોમેન્ટ કરી નથી. જો તે આ મેચમાંથી બહાર થઈ જાય છે, તો તેનું સ્થાન કોણ લેશે.
આ પણ વાંચો: India Vs Pakistan વચ્ચે વર્ષ 2026માં ક્યારે થશે મેચ, જાણી લો તારીખ