મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે બોક્સિંગ ડે ટેસ્ટની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, અને તેમને 58 દિવસની રમતની આશા હતી. 26 ડિસેમ્બરે શરૂ થયેલી આ મેચ બીજા દિવસે જ સમાપ્ત થઈ ગઈ, જેમાં ઈંગ્લેન્ડની 4 વિકેટથી જીત થઈ.
મેલબોર્નમાં માત્ર 2 દિવસમાં મેચ સમાપ્ત થયા બાદ પિચને લઈને અસંખ્ય સવાલો ઉભા થઈ રહ્યા છે, જેમાં ભૂતપૂર્વ ખેલાડીઓ અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પણ નારાજગી વ્યક્ત કરી છે.
આવી મેચો ટેસ્ટ ક્રિકેટના ભવિષ્ય માટે સારી નથી
મેલબોર્ન ટેસ્ટ મેચ બે દિવસમાં સમાપ્ત થયા પછી ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ટોડ ગ્રીનબર્ગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આવી મેચો ટેસ્ટ ક્રિકેટના ભવિષ્ય માટે બિલકુલ યોગ્ય નથી. અમે ભવિષ્યમાં વધુ સારી પિચો તૈયાર કરવામાં સક્રિય ભૂમિકા ભજવવાનું વિચારી રહ્યા છીએ. એક ફેન તરીકે આવી મેચો જોવી ચોક્કસપણે રોમાંચક છે, પરંતુ અમે ઈચ્છીએ છીએ કે ટેસ્ટ મેચો લાંબા સમય સુધી ચાલે.
તેમને વધુમાં કહ્યું કે પહેલા દિવસની રમત જોયા પછી મને ગઈકાલે રાત્રે ઊંઘ ન આવી. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ક્યારેય વિકેટની તૈયારીમાં દખલ કરી નથી, પરંતુ જ્યારે તમે વ્યાપારી પાસાને ધ્યાનમાં લો છો, ત્યારે તમે પિચની તૈયારીને અવગણી શકો નહીં.
જ્યારે ભારતમાં આવું થાય છે, ત્યારે તેની આકરી ટીકા થાય છે
મેલબોર્નમાં મેચ ફક્ત બે દિવસમાં સમાપ્ત થયા પછી ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ખેલાડી કેવિન પીટરસને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું કે જ્યારે ભારતમાં ટેસ્ટ મેચના પહેલા દિવસે ઘણી વિકેટ પડે છે, ત્યારે પિચની આકરી ટીકા થાય છે. "તેથી હું અપેક્ષા રાખું છું કે ઓસ્ટ્રેલિયાને પણ આવી જ ટીકાનો સામનો કરવો પડશે કારણ કે ન્યાય બધા માટે સમાન હોવો જોઈએ."
દિનેશ કાર્તિકે પણ પિચ પર કોમેન્ટ કરતા કહ્યું કે "MCG પિચ એકદમ સામાન્ય લાગે છે. મને વિશ્વાસ નથી આવતો કે ચાર એશિઝ ટેસ્ટમાંથી 2 ફક્ત 2 દિવસમાં સમાપ્ત થઈ ગઈ. વધુમાં ચારેય મેચ કુલ 13 દિવસમાં સમાપ્ત થઈ ગઈ."
આ પણ વાંચો: Hardik Pandya નું ગર્લફ્રેન્ડ મહિકા શર્મા સામે થયું અપમાન! આ શરમજનક કૃત્ય કેમેરામાં થયું કેદ, જુઓ VIDEO