ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝ પહેલા BCCIએ શુભમન ગિલને ODI કેપ્ટન તરીકે નિયુક્ત કર્યો. તે જ સમયે શ્રેયસ ઐયરને વાઈસ-કેપ્ટન પણ બનાવવામાં આવ્યો. વાઈસ-કેપ્ટન બન્યા પછી શ્રેયસ ઐયર ફક્ત 3 ODI રમ્યો છે, બે વાર બેટિંગ કરી છે.
શ્રેયસ ઐયર ઈજામાંથી પરત ફરવા માટે તૈયાર જોવા મળ્યો છે. ફેન્સ આ દિવસે શ્રેયસ ઐયરને મેદાન પર પરત જોઈ શકે છે. શ્રેયસ ઐયરની વાપસીથી બે ટીમો ખુશ થઈ ગઈ છે.
શ્રેયસ ઐયર ફરી એકવાર ફરશે પરત
મીડિયા રિપોર્ટ મુજબ શ્રેયસ ઐયર સેન્ટર ઓફ એક્સેલન્સમાં ખૂબ સારું પ્રદર્શન કરી રહ્યો છે, તેથી જ તેની વાપસી ટૂંક સમયમાં થવાની અપેક્ષા છે. શ્રેયસ ઐયર 2025-26 વિજય હજારે ટ્રોફીમાં મુંબઈ ક્રિકેટ ટીમ તરફથી રમતા જોવા મળી શકે છે. શ્રેયસ ઐયર 3 અને 6 જાન્યુઆરીએ મુંબઈ તરફથી રમે તેવી શક્યતા છે.
ત્યારબાદ તે ન્યુઝીલેન્ડ સામે મેદાનમાં જોવા મળી શકે છે. કિવીઝ સામે 3 મેચની ODI સિરીઝ 11 જાન્યુઆરીથી શરૂ થવાની છે. આ સિરીઝ શ્રેયસ ઐયરની ઈન્ટરનેશનલ લેવલે પરત ફરી શકે છે. શ્રેયસ ઐયર ફરી એકવાર ODI ટીમમાં નંબર 4 પર રમતો જોવા મળશે.
ઋતુરાજ ગાયકવાડ થઈ શકે છે બહાર
શુભમન ગિલ પણ ન્યુઝીલેન્ડ સામેની સિરીઝમાં રમતો જોવા મળશે. શુભમન ગિલ અને શ્રેયસ ઐયરની ટીમમાં વાપસી સાથે, સાઉથ આફ્રિકા સામેની ODI સિરીઝમાં સદી ફટકારનાર યશસ્વી જયસ્વાલ અને ઋતુરાજ ગાયકવાડને પણ ટીમમાંથી બહાર રાખવામાં આવી શકે છે. પ્લેઈંગ ઈલેવનમાં આ 2 ખેલાડીઓ માટે સ્થાન હાલમાં ઉપલબ્ધ નથી. પરંતુ આ બે ખેલાડીઓના શાનદાર ફોર્મને કારણે હવે ટીમ ઈન્ડિયાના કેપ્ટન શુભમન ગિલ અને વાઈસ-કેપ્ટન શ્રેયસ ઐયર પર દબાણ રહેશે.
આ પણ વાંચો: Smriti Mandhana પાસે એક ખાસ ક્લબમાં જોડાવાની તક, મહિલા ક્રિકેટમાં આવું કરનારી બનશે ચોથી ખેલાડી