સાઉથ આફ્રિકા T20 લીગ 2025-26ની પહેલી મેચ MI કેપ ટાઉન અને ડર્બન સુપર જાયન્ટ્સ વચ્ચે રમાઈ હતી. તે એક રોમાંચક મેચ હતી. ડર્બન સુપર જાયન્ટ્સ 15 રનથી જીતી ગયું.


આ દરમિયાન સ્ટેડિયમમાં બેઠેલા એક ફેને હારેલી ટીમના સ્ટાર બેટ્સમેન રિયાન રિકલ્ટનનો કેચ પકડી લીધો અને કરોડપતિ બની ગયો. આ કેચનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

કેચ પકડીને ફેન બન્યો કરોડપતિ

MI કેપટાઉન અને ડર્બન સુપર જાયન્ટ્સ વચ્ચેની મેચમાં એક મોટા ટાર્ગેટનો પીછો કરતા MI ઓપનર રિયાન રિકલ્ટને શાનદાર ઈનિંગ રમી. તેને 63 બોલમાં 113 રન બનાવ્યા, જેમાં 5 ચોગ્ગા અને 11 છગ્ગા ફટકાર્યા. આ ઈનિંગ દરમિયાન તેને એક સિક્સર ફટકારી જે સ્ટેડિયમમાં ગઈ અને એક ફેને તે બોલને કેચ કર્યો. તે કેચે તેને કરોડપતિ બનાવી દીધો.


સાઉથ આફ્રિકન T20 લીગમાં ફેન-કેચ પહેલ છે, જેના હેઠળ બોલ પકડનાર ફેનને 2 મિલિયન રેન્ડ અથવા આશરે 1.08 કરોડ રૂપિયાનું ઈનામ આપવામાં આવે છે. આ કેચ પછી ફેન્સની પ્રતિક્રિયા શાનદાર હતી અને આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

ડર્બન સુપર જાયન્ટ્સે મોટી જીત મેળવી

મેચમાં ડર્બન સુપર જાયન્ટ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો, 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 232 રન બનાવ્યા. ડેવોન કોનવેએ 33 બોલમાં 64 રન બનાવ્યા. કેન વિલિયમસને પણ 40 રન બનાવ્યા. કેપ્ટન એડન માર્કરામ અને ઈવાન જોન્સે પણ ટૂંકી ઇનિંગ્સ રમી.

તેના જવાબમાં MI કેપ ટાઉન 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને ફક્ત 217 રન જ બનાવી શક્યું. રિયાન રિકલ્ટન સિવાય જેસન સ્મિથે પણ 14 બોલમાં 41 રનની ઈનિંગ રમી, પરંતુ અન્ય ખેલાડીઓએ તેને સાથ આપ્યો નહીં, જેના કારણે ટીમની હાર થઈ.

આ પણ વાંચો: Gautam Gambhir ખરાબ ટેસ્ટ પ્રદર્શનને કારણે હેડ કોચનું પદ ગુમાવશે? BCCIએ તોડ્યું મૌન



  • Follow us on: