વિરાટ કોહલીએ 2025-26 વિજય હજારે ટ્રોફીમાં 2 મેચ રમી છે. વિરાટ કોહલીએ બંને મેચમાં શાનદાર બેટિંગ કરી છે. તેને આંધ્રપ્રદેશ સામે શાનદાર સદી ફટકારી હતી. ત્યારબાદ તે ગુજરાત સામેની મેચમાં ઝડપથી સદી તરફ આગળ વધી રહ્યો હતો.


તે સમયે તે ઉર્વિલ પટેલ દ્વારા વિશાલ જયસ્વાલના બોલ પર સ્ટમ્પ આઉટ થયો હતો. મેચ પછી કિંગ કોહલીએ વિશાલ જયસ્વાલ સાથે વાતચીત કરી હતી, જેના વિશે તેને હવે વાત કરી છે.

વિરાટ કોહલીએ વિશાલ જયસ્વાલ સાથે કરી વાત

ગુજરાત ક્રિકેટ ટીમ સામે દિલ્હી પહેલા બેટિંગ કરી રહ્યું હતું. ટીમના સુપરસ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ઝડપથી સદી તરફ આગળ વધી રહ્યો હતો. વિરાટ કોહલીએ 61 બોલમાં 13 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 77 રન બનાવ્યા. વિરાટ કોહલીને વિશાલ જયસ્વાલ દ્વારા 77 રન બનાવીને પેવેલિયન મોકલવામાં આવ્યો.


મેચ પછી વિરાટ કોહલીએ જયસ્વાલ સાથે વાત કરી. મીડિયા સાથે વાત કરતા વિશાલે કહ્યું કે "તમે ખૂબ સારી બોલિંગ કરો છો. સખત મહેનત કરતા રહો. તમારી તક આવશે. ધીરજ રાખો અને પ્રયાસ કરતા રહો." આ મેચમાં વિશાલે કોહલી, રિષભ પંત, નીતિશ રાણા અને અર્પિત રાણાને આઉટ કર્યા હતા.

વિરાટ કોહલીને પ્લેયર ઓફ ધ મેચનો મળ્યો એવોર્ડ

આ મેચમાં દિલ્હીએ 50 ઓવરમાં 254 રન બનાવ્યા હતા, જેમાં વિરાટ કોહલીની ઈનિંગ મહત્વપૂર્ણ હતી. જેના જવાબમાં ગુજરાત 247 રન જ બનાવી શક્યું. દિલ્હીના પ્રિન્સ યાદવે 8.4 ઓવરમાં 3 વિકેટ લીધી. વિરાટ કોહલીની શાનદાર ઈનિંગને કારણે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો. વિશાલ જયસ્વાલે 10 ઓવરમાં 42 રન આપીને 4 વિકેટ લીધી. વિજય હજારે ટ્રોફી 2025-26માં વિરાટ કોહલીનું કમબેક શાનદાર રહ્યું. કિંગ કોહલી હવે ન્યુઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયા તરફથી રમતો જોવા મળશે.

આ પણ વાંચો: Smriti Mandhana પાસે એક ખાસ ક્લબમાં જોડાવાની તક, મહિલા ક્રિકેટમાં આવું કરનારી બનશે ચોથી ખેલાડી


  • Follow us on: