પાકિસ્તાન ક્રિકેટ ટીમ હાલમાં કોઈ ઈન્ટરનેશનલ મેચ રમી રહી નથી. બાબર આઝમ, શાહીન આફ્રિદી અને મોહમ્મદ રિઝવાન જેવા ખેલાડીઓ હાલમાં બિગ બેશ લીગમાં ભાગ લઈ રહ્યા છે.
આ દરમિયાન પ્રેસિડેન્ટ કપ હાલમાં પાકિસ્તાનના ઘરઆંગણે રમાઈ રહ્યો છે. આ એક ફર્સ્ટ-ક્લાસ ડોમેસ્ટિક ટુર્નામેન્ટ છે. આ ટુર્નામેન્ટમાં પાકિસ્તાનના ટેસ્ટ કેપ્ટન શાન મસૂદે ડબલ સેન્ચુરી ફટકારીને ધૂમ મચાવી છે.













