T20 ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાનું પ્રભાવશાળી પ્રદર્શન ચાલુ છે. સૂર્યકુમાર યાદવે કમાન સંભાળી ત્યારથી ભારતીય ટીમે આ ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. પરંતુ હાર્દિક પંડ્યાએ ઘણી મેચોમાં ભારતીય ટીમને યાદગાર જીત મેળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.


હાર્દિક પંડ્યાએ માત્ર બેટથી જ નહીં પરંતુ બોલથી પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. તેને ટીમ ઈન્ડિયાને T20 વર્લ્ડકપ જીતવામાં પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી.

હાર્દિક પંડ્યા વ્હાઈટ-બોલ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાના બેટિંગ અને બોલિંગ ઓર્ડરનો મુખ્ય આધારસ્તંભ છે. હાર્દિક પંડ્યા એક સમયે ભારતીય ટીમનો કેપ્ટન બનવાની તૈયારીમાં હતો, પરંતુ આગામી વર્ષમાં સિલેક્ટર્સ હાર્દિકને ટીમની કમાન સોંપવાનું વિચારી શકે છે. પરંતુ હાર્દિકને કેપ્ટન તરીકે નિયુક્ત કરવા માટે ચોક્કસ સમીકરણો તેના પક્ષમાં ગોઠવવા પડશે. તમને પાંચ કારણો સમજાવી દઈએ કે હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાનો આગામી T20 કેપ્ટન કેમ બની શકે છે.

સૂર્યકુમાર યાદવનું ખરાબ ફોર્મ

કેપ્ટન તરીકેની જવાબદારી સંભાળ્યા પછી સૂર્યકુમાર યાદવનું ફોર્મ ગાયબ થઈ ગયું હોય તેવું લાગે છે. કેપ્ટન તરીકે તે સારું પ્રદર્શન કરી રહ્યો છે, પરંતુ તેની બેટિંગ સંપૂર્ણપણે શાંત રહી છે. તેના ફોર્મને જોતાં પ્લેઈંગ ઈલેવનમાં તેના સ્થાન પર હવે પ્રશ્નાર્થ લાગી રહ્યો છે. જો સૂર્યકુમાર યાદવનું ફોર્મ સતત ઘટતું રહે છે, તો સિલેક્ટર્સ હાર્દિકને ફરીથી ટીમમાં સામેલ કરવાનું વિચારી શકે છે.

T20 વર્લ્ડકપનું પરિણામ મહત્વપૂર્ણ

છેલ્લા એક વર્ષમાં સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કર્યું છે. પરંતુ સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપની ખરી કસોટી 2026માં થનારા T20 વર્લ્ડકપમાં થશે. જો ભારતીય ટીમ યાદવની કેપ્ટનશીપ હેઠળ પોતાના ટાઈટલનો બચાવ કરવામાં નિષ્ફળ જાય છે, તો સૂર્યકુમારને તેના પરિણામોનો સામનો કરવો પડી શકે છે.

કેપ્ટન તરીકે હાર્દિકનો રેકોર્ડ મજબૂત

હાર્દિક પંડ્યાનો T20 કેપ્ટન તરીકેનો રેકોર્ડ પ્રભાવશાળી રહ્યો છે. તેને કુલ 16 T20 ઈન્ટરનેશનલ મેચોમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ કરી છે, જેમાં 10 જીતી છે અને ફક્ત 5માં હારનો સામનો કરવો પડ્યો છે. હાર્દિકે IPLમાં ગુજરાત ટાઈટન્સને એક વાર જીત અપાવી હતી અને બીજી સિઝનમાં ફાઈનલમાં પહોંચાડી હતી. આનો અર્થ એ થયો કે હાર્દિક પાસે એવા બધા ગુણો છે જે તેને કેપ્ટનશીપ માટે ટોપ પસંદગી બનાવે છે.

ગિલ માટે T20I કેપ્ટનશીપ મેળવવી મુશ્કેલ

શુભમન ગિલ ટેસ્ટ અને વનડેમાં બેટ્સમેન અને કેપ્ટન તરીકે સારું પ્રદર્શન કરી રહ્યો છે, પરંતુ T20 ફોર્મેટ તેને ગમતું નથી. ગિલ આ વર્ષે સૌથી ટૂંકા ફોર્મેટમાં ખૂબ જ સંઘર્ષ કરી રહ્યો છે. T20માં તેના તાજેતરના ફોર્મેટને જોતાં આ ફોર્મેટમાં ટીમની કેપ્ટનશીપ કરવાની તેની શક્યતા ઓછી જોવા મળે છે. શુભમન ગિલને T20 વર્લ્ડકપ ટીમમાં પણ સામેલ કરવામાં આવ્યો ન હતો.

T20માં હાર્દિક પંડ્યાનું જોરદાર પ્રદર્શન

હાર્દિક પંડ્યાનું T20I મેચોમાં પ્રદર્શન શાનદાર રહ્યું છે. તે આ ફોર્મેટમાં 2,000 રન અને 100 વિકેટ લેનાર એકમાત્ર ભારતીય ખેલાડી છે. 2025 માં હાર્દિકે 12 ઈનિંગમાં 153ના સ્ટ્રાઈક રેટથી 302 રન બનાવ્યા. તેને બોલ સાથે 12 વિકેટ પણ લીધી.

આ પણ વાંચો: Team Indiaની શ્રીલંકા સામે ચોથી T20Iમાં શાનદાર જીત, વૈષ્ણવી શર્માની શાનદાર બોલિંગ



  • Follow us on: