વિજય હજારે ટ્રોફી 2025-26 હાલમાં ભારતમાં રમાઈ રહી છે. આ ટુર્નામેન્ટમાં ઘણા સ્ટાર ભારતીય ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. ટુર્નામેન્ટનો ત્રીજો રાઉન્ડ 29 ડિસેમ્બરે રમાયો હતો. આ મેચ મુંબઈ અને છત્તીસગઢ વચ્ચે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાઈ હતી.


આ મેચમાં KKRના સ્ટાર બેટ્સમેને મુંબઈ માટે પોતાની બેટિંગથી ફેન્સનું ધ્યાન ખેંચ્યું. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ તેને છત્તીસગઢ સામે શાનદાર અડધી સદી ફટકારી હતી.

KKRના સ્ટાર ખેલાડીએ ફટકારી અડધી સદી

અંગક્રિશ રઘુવંશીએ IPL 2026 માટે KKR ની ટીમનો ભાગ છે. ફ્રેન્ચાઈઝીએ તેને 3 કરોડ રૂપિયામાં રિટેન કર્યો હતો. તેની હોમ ટીમ મુંબઈ તરફથી રમતા અંગક્રિશે છત્તીસગઢ સામે શાનદાર સદી ફટકારી. તેને 66 બોલમાં 68 રન બનાવ્યા. તેની ઈનિંગ દરમિયાન તેને 6 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા.

મુંબઈની છેલ્લી મેચ ઉત્તરાખંડ સામે હતી. તે મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે અંગક્રિશ રઘુવંશીને ઈજા થઈ હતી. તેમની હાલત એટલી ગંભીર હતી કે રઘુવંશીને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યો. પરંતુ હોસ્પિટલમાંથી રજા મળ્યા પછી અંગક્રિશ રઘુવંશીએ છત્તીસગઢ સામે પોતાની શાનદાર અડધી સદી ફટકારીને મુંબઈને જીત અપાવી.

મુંબઈએ જીતી મેચ

પહેલા બેટિંગ કરતા છત્તીસગઢે 38.1 ઓવરમાં 142 રન બનાવ્યા. છત્તીસગઢની શરૂઆત ખરાબ રહી. ઓપનર અનુજ તિવારી કોઈ રન બનાવ્યા વિના આઉટ થયો, જ્યારે આશુતોષ સિંહે 11 બોલમાં 6 રન બનાવ્યા. ટીમ તરફથી અમનદીપ ખરેએ 103 બોલમાં 63 રન બનાવીને સૌથી વધુ રન બનાવ્યા. ટાર્ગેટનો પીછો કરતા મુંબઈએ 24 ઓવરમાં 144/1 રન બનાવીને મેચ 9 વિકેટથી જીતી લીધી. રઘુવંશી સિવાય સિદ્ધેશ લાડે પણ મુંબઈ માટે 48 રન બનાવ્યા.

આ પણ વાંચો: Shardul Thakurએ મચાવી ધૂમ, ઘાતક બોલિંગથી બેટિંગ ઓર્ડરને કર્યો ધ્વસ્ત, મુંબઈની શાનદાર જીત



  • Follow us on: