વિજય હજારે ટ્રોફીમાં શાર્દુલ ઠાકુરનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. છત્તીસગઢ સામેની મેચમાં શાર્દુલ એકલા હાથે મુંબઈને શાનદાર જીત અપાવી. લોર્ડ શાર્દુલે પોતાની ધમાકેદાર બોલિંગથી ધૂમ મચાવી દીધી, આખી છત્તીસગઢ ટીમને ફક્ત 142 રનમાં આઉટ કરી દીધી.
શાર્દુલે તેના 5 ઓવરના સ્પેલમાં માત્ર 13 રન આપીને 4 મહત્વપૂર્ણ વિકેટ લીધી. તેને તેના સ્પેલ દરમિયાન એક મેડન ઓવર પણ નાખી. શાર્દુલની ઘાતક બોલિંગે મુંબઈને 9 વિકેટથી શાનદાર જીત મળી.
શાર્દુલ ઠાકુરે મચાવી ધૂમ
છત્તીસગઢ સામે પહેલા બોલિંગ કરનાર મુંબઈની શરૂઆત કેપ્ટન શાર્દુલ ઠાકુરે સારી કરી હતી. શાર્દુલે અનુજ તિવારીને કોઈ રન બનાવ્યા વિના આઉટ કર્યો. ત્યારબાદ મુંબઈના કેપ્ટને આશુતોષને ફક્ત 6 રન બનાવીને આઉટ કર્યો. ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલા મયંક અગ્રવાલને શાર્દુલ દ્વારા ક્લીન બોલ્ડ કરવામાં આવ્યો. સંજીત દેસાઈ શાર્દુલનો ચોથો શિકાર બન્યો.
શાર્દુલે તેના 5 ઓવરના સ્પેલમાં ફક્ત 13 રન આપ્યા અને 4 વિકેટ ઝડપી. વિજય હજારે ટ્રોફીમાં શાર્દુલનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. તેને અત્યાર સુધી 3 મેચમાં 8 વિકેટ લીધી છે. શાર્દુલ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી બીજા નંબરનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે.
મુંબઈએ જીતની હેટ્રિક ફટકારી
વિજય હજારે ટ્રોફીમાં મુંબઈએ જીતની હેટ્રિક હાંસલ કરી છે. પહેલા બેટિંગ કરતા છત્તીસગઢની આખી ટીમ ફક્ત 142 રનમાં જ આઉટ થઈ ગઈ. શાર્દુલ સિવાય શમ્સ મુલાનીએ પણ બોલિંગમાં ધૂમ મચાવી હતી, તેને 31 રનમાં 5 વિકેટ લીધી હતી. આ દરમિયાન અંગક્રિશ રઘુવંશીએ પણ શાનદાર પ્રદર્શન કર્યું, તેને 66 બોલમાં 68 રન બનાવ્યા. આ ઈનિંગ દરમિયાન રઘુવંશીએ 6 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા. સિદ્ધેશ લાડે પણ 42 બોલમાં 48 રનની અણનમ ઈનિંગ રમી, જેના કારણે મુંબઈએ 142 રનનો ટાર્ગેટ માત્ર 24 ઓવરમાં માત્ર 1 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો.
આ પણ વાંચો: Pakistanના ક્રિકેટરની એક્સ પત્નીએ છૂટાછેડા પર વ્યક્ત કર્યું પોતાનું દુઃખ, કહ્યું- 'ત્રીજા વ્યક્તિને કારણે...'