સની દેઓલની બોર્ડર-2 ફિલ્મ બોક્સ ઓફિસ પર બમ્પર કમાણી કરી રહી છે .આ ફિલ્મે રિલીઝ થતાની સાથે જ કરોડોનું કલેકસન કર્યું. બોર્ડર-2એ ધુરંધર ફિલ્મની સફળતા પર બ્રેક લગાવી. બોર્ડર-2 ફિલ્મે સુપરહિટ થતા ફરી સાબિત થયું કે સની દેઓલનો એગ્રીયંગમેન એકશન અવતાર આજે પણ લોકોને પસંદ છે. ગદર ફિલ્મ હોય કે પછી બોર્ડર-2 ફિલ્મ સની દેઓલની ફિલ્મે દેશભક્તિનો આક્રોશ જોવા મળ્યો. આ ફિલ્મમાં સની દેઓલ ઉપરાંત, વરુણ ધવન, દિલજીત દોસાંઝ અને સુનીલ શેટ્ટીનો પુત્ર અહાન શેટ્ટી છે. ફિલ્મ બોક્સ ઓફિસ પર ધુઆંધર કમાણી કરી રહી હોવા છતાં સુનીલ શેટ્ટીએ પુત્રની ફિલ્મ બોર્ડર-2 હજુ સુધી જોઈ નથી.
બોર્ડર-2ના પ્રીમિયરમાં સુનીલ શેટ્ટી બહાર બેસી રહ્યા
બોર્ડર-2 ફિલ્મનું પ્રીમીયર હોવા છતાં સુનીલ શેટ્ટી થિયેટરની બહાર બેસી રહ્યા. આ વાત સામે આવ્યા બાદ ફેન્સને પણ આશ્ચર્ય ચકિત થયા. આખરે કેમ સુનીલ શેટ્ટી પોતાના પુત્રની ફિલ્મ જોવા થિયેટરમાં ના ગયા. અહાન શેટ્ટીની ફિલ્મ બોર્ડર 2 ના પ્રીમિયરમાં બોલીવુડના અન્ય સેલેબ્સની જેમ સુનીલ શેટ્ટી પણ હાજરી આપી હતી, પરંતુ ત્યાં તેમણે ફક્ત મહેમાનો સાથે વાત કરી અને તેમને મળ્યા, પરંતુ ફિલ્મ જોઈ નહીં. ફિલ્મ ધુરંધરને ટકકર આપણી સમગ્ર ભારતમાં જોરદાર કમાણી કરી રહી છે. ત્યારે કેમ સુનીલ શેટ્ટી હજુ પણ પોતાના પુત્ર અહાનની ફિલ્મથી અંતર રાખી રહ્યા છે.













