બોલિવૂડ એક્ટ્રેસ સેલીના જેટલી હાલમાં સોશિયલ મીડિયા પર પોતાના લૂકને લઈને ભારે ટ્રોલ થઈ રહી છે.મુંબઈમાં યોજાયેલા રક્ષાબંધનની એક ખાસ ઈવેન્ટમાં હાજરી આપવા પહોંચેલી સેલીનાએ ફ્લોરલ સાડી સાથે લાલ રંગનો ડીપનેક બ્લાઉઝ પહેર્યો હતો.આ લૂક સામે આવતા જ સોશિયલ મીડિયા પર યુઝર્સે તેના કપડાંની પસંદગી પર સવાલો ઉઠાવવાનું શરૂ કરી દીધું છે.તાજેતરમાં જ કૃતિ સેનનના બ્રાલેટ ટોપને લઈને પણ આવો જ વિવાદ જોવા મળ્યો હતો અને હવે સેલીનાનો આ લૂક નેટીઝન્સના નિશાના પર આવ્યો છે.લોકોએ તેના પર હિન્દુ તહેવારની પરંપરાઓનું અનાદર કરવાનો આક્ષેપ લગાવ્યો છે.
સેલીના જેટલી તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી
એક યુઝરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે,રક્ષાબંધન જેવા પવિત્ર તહેવાર પર સેલીનાનો આ પોશાક આપણી સંસ્કૃતિ અને પરંપરાઓને ઠેસ પહોંચાડનારો છે.યુઝરે તેના લૂક પર કટાક્ષ કરતા બિંદી,સિંદૂર અને બંગડીઓ જેવા પારંપરિક પ્રતીકોનો પણ ઉલ્લેખ કર્યો હતો.જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે,તહેવારોની ઉજવણી અંગે અગાઉથી જ વિવાદો ચાલી રહ્યા છે છતાં બોલિવૂડ વારંવાર આવી ભૂલો કેમ દોહરાવે છે? તહેવારો મનાવવા સારી બાબત છે પરંતુ લોકોની લાગણીઓ અને રીત-રિવાજોનું સન્માન કરવું પણ એટલું જ જરૂરી છે.જોકે,આ સમગ્ર ટ્રોલિંગ અંગે સેલીના જેટલી તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.
https://www.instagram.com/reel/DclNsB_yGLs/?utm_source=ig_embed&ig_rid=Aqnnjfz385MJnElWPA7VRNP
