શું પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરની 29 વર્ષની એકમાત્ર દીકરી સારા તેંડુલકર અને દિગ્ગજ એક્ટર સની દેઓલના 32 વર્ષના દીકરા રાજવીર દેઓલના લગ્ન થવાના છે? ઈન્ટરનેટ પર આ લગ્નની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. પરંતુ આ વાતમાં બિલકુલ સત્ય નથી. સારા તેંડુલકરના એક નજીકના વ્યક્તિએ આ તમામ અટકળોને કોરી અફવા ગણાવી દીધી છે. તેમણે કહ્યું છે કે આ અફવાઓમાં કોઈ સચ્ચાઈ નથી.

ક્યારેય એકબીજાને મળ્યા પણ નથી સારા અને રાજવીર

સારા તેંડુલકરના એક નજીકના સૂત્ર એ જણાવ્યું, સારા અને રાજવીર ક્યારેય એકબીજાને મળ્યા પણ નથી. સારા સિંગલ છે અને પોતાના કામ પર ફોકસ કરી રહી છે. આ અટકળો વગર કારણની છે અને પરેશાન કરનારી છે. સારા ક્યારેય પણ આ અફવાઓ પર જવાબ નહીં આપે, કારણ કે તે ગરિમા જાળવી રાખવા માગે છે અને શાલીનતાથી વર્તવા માગે છે.

Sara Tendulkar, Rajveer Deol (1)

લગ્ન પર સારાએ શું કહ્યું હતું?

થોડા સમય પહેલા સારા તેંડુલકરે પોતાના લગ્ન વિશે એક ઈન્ટરવ્યુમાં વાત કરી હતી. તેણે કહ્યું હતું કે તેના ભાઈ અર્જુન તેંડુલકરના લગ્ન તેના માટે કોઈ ટ્રાયલ રાઉન્ડ જેવા હતા. તેણે કહ્યું હતું, મને લાગે છે કે તે મારા માટે એક સારો ટ્રાયલ રાઉન્ડ હતો. હવે હું જાણું છું કે મારે શું જોઈએ છે અને શું નથી જોઈતું.

ક્યાંથી ઉડી લગ્નની અફવા?

સારા અને રાજવીરના લગ્નની અફવા સૌથી પહેલા રેડિટ પર ઉડી હતી. ત્યારબાદ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ અંગે ચર્ચા થવા લાગી. દાવો કરવામાં આવવા લાગ્યો કે ફરી એકવાર ક્રિકેટ અને સિનેમાની દુનિયાનું કનેક્શન જોડાવા જઈ રહ્યું છે. દાવો કરવામાં આવ્યો કે રાજવીર દેઓલ, સારા તેંડુલકર સાથે 2027માં લગ્ન કરવાના છે. દાવો ત્યાં સુધી હતો કે રાજવીર અત્યારથી જ સારાને મોંઘી ગિફ્ટ મોકલી રહ્યા છે. જોકે આ તમામ વાતો અફવા સાબિત થઈ છે અને સારાના એક નજીકના વ્યક્તિએ સત્ય જણાવી દીધું છે.

આ પણ વાંચો-Ramayan Movie: શું ફ્લોપ થઈ જશે ફિલ્મ રામાયણ? 18 દિવસના કલેક્શનનો આંકડો ચોંકાવશે!