બોલીવુડ સુપરસ્ટાર આ દિવસોમાં તેના રિયાલિટી શો 'બિગ બોસ 19'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ દરમિયાન તેની 'દબંગ' ફિલ્મના ડિરેક્ટર અભિનવ કશ્યપે ભાઈજાન વિશે વિવાદાસ્પદ નિવેદન આપીને બધાને ચોંકાવી દીધા છે. 'દબંગ' ફિલ્મના ડિરેક્ટર અભિનવે સલમાન ખાનની આકરી ટીકા કરી છે અને તેને ખૂબ જ ખરાબ કહ્યો છે. અભિનવે સલમાન ખાનને ગુંડો અને ખરાબ વર્તન કરનાર પણ કહ્યો છે. એટલું જ નહીં, અભિનવે સલમાન ખાન તેમજ ખાન પરિવાર પર પણ નિશાન સાધ્યું છે.
અભિનવે સલમાન ખાનની કરી આકરી ટીકા
અભિનવે ઇન્ટરવ્યુમાં સલમાન ખાન વિશે આ દાવા કર્યા હતા. અભિનવે તેમની ટીકા કરતા કહ્યું હતું કે, 'સલમાન ખાન ક્યારેય કોઈ કામમાં વ્યસ્ત રહેતો નથી અને તેને અભિનયમાં કોઈ રસ નથી. તેણે છેલ્લા 25 વર્ષમાં અભિનયમાં કોઈ રસ દાખવ્યો નથી. જ્યારે તે ફિલ્મના સેટ પર આવે છે ત્યારે એવું લાગે છે કે તેણે શૂટિંગમાં આવીને કોઈ ઉપકાર કર્યો છે. તેને અભિનયની દુનિયામાં રહેવાનો ખૂબ શોખ છે પણ તેને અભિનયમાં કોઈ રસ નથી. તે એક ગુંડો અને અસભ્ય વ્યક્તિ છે.'
ખાન પરિવારને પણ નિશાન બનાવ્યો
ઇન્ટરવ્યૂમાં વાત કરતી વખતે અભિનવ અહીં ચૂપ રહ્યો નહીં પરંતુ તેણે ખાન પરિવાર પર પણ નિશાન સાધ્યું હતું. અભિનવે કહ્યું હતું કે, 'તે એક ફિલ્મ પરિવારમાંથી છે જે 50 વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં છે. આ પરિવારે બોલીવુડમાં સ્ટાર સિસ્ટમ શરૂ કરી હતી અને તેઓ ભવિષ્યમાં પણ આ પ્રક્રિયા ચાલુ રાખશે. જો તમે તેમની કોઈપણ વાત સાથે અસંમત થશો તો તેઓ તમારી પાછળ પડશે. આ લોકો ફક્ત બદલાની ભાવનાથી કામ કરે છે.'
અનુરાગ કશ્યપે આપી સલાહ
તમને જણાવી દઈએ કે અભિનવ કશ્યપ અનુરાગ કશ્યપનો નાનો ભાઈ છે. ઇન્ટરવ્યુમાં અભિનવે એમ પણ કહ્યું હતું કે દબંગ બનાવતા પહેલા તેના ભાઈ અનુરાગે તેને ચેતવણી આપી હતી. અનુરાગ કશ્યપ વિશે વાત કરતાં અભિનવે કહ્યું હતું કે, 'જ્યારે તે તેરે નામની સ્ક્રિપ્ટ લખી રહ્યો હતો ત્યારે સલમાન ખાન સાથેના અણબનાવને કારણે તેને ફિલ્મમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. ત્યાર બાદ જ્યારે મેં સલમાન સાથે ફિલ્મ બનાવવાનું વિચાર્યું ત્યારે અનુરાગે મને ચેતવણી આપી અને કહ્યું કે તું સલમાન સાથે ફિલ્મ બનાવી શકશે નહીં. જોકે, તે સમયે અનુરાગે મને તે કારણ જણાવ્યું ન હતું કે તે આવું કેમ કહી રહ્યોહતો પરંતુ પછીથી મને તે જાતે સમજાયું.'
દબંગ બાદ આ ફિલ્મનું દિગ્દર્શન કર્યું
અભિનવના કરિયરની વાત કરીએ તો, 'દબંગ' પહેલા તેણે રણબીર કપૂરની ફિલ્મ 'બેશરમ'નું દિગ્દર્શન પણ કર્યું હતું. આ ફિલ્મ 2013માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં રણબીર કપૂરની સાથે પલ્લવી શારદા, ઋષિ કપૂર અને નીતુ કપૂર મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી.