દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ જ્યારથી માતા-પિતા બન્યા છે, ત્યારથી તેઓ કામ સિવાય તેમની પુત્રી દુઆ સાથે પોતાનો બધો સમય વિતાવવાનું પસંદ કરે છે. પુત્રીના ઉછેરને કારણે, દીપિકાએ હજુ સુધી તેની આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું નથી. જોકે, તેની પાસે ઘણા પ્રોજેક્ટ્સ છે. દરમિયાન, અભિનેત્રીએ તેની પુત્રી દુઆના પહેલા જન્મદિવસને ખાસ બનાવવા માટે કેક બનાવી છે.


એક ખાસ પોસ્ટ શેર કરી દીપિકાએ

દીપિકાએ દુઆના જન્મદિવસ પર એક ખાસ પોસ્ટ શેર કરીને બધાનું ધ્યાન ખેંચ્યું છે. દુઆનો જન્મ 8 સપ્ટેમ્બર 2024 ના રોજ થયો હતો. દુઆના પહેલા જન્મદિવસને ખાસ બનાવવા માટે, દીપિકાએ પોતાના હાથે કેક બનાવી અને તેનો ફોટો પણ તેના બધા ફેન્સ સાથે શેર કર્યો. અભિનેત્રીએ ફોટો સાથે કેપ્શનમાં લખ્યું, મારી દીકરીના પહેલા જન્મદિવસ માટે કેક બનાવીએ મારા પ્રેમની ભાષા છે.

જ્યારે દીકરીનું નામ જાહેર થયું

અગાઉ એક ફોટો કેપ્શનમાં, દીપિકાએ ખુલાસો કર્યો હતો કે જન્મ પછી તેને દુઆ નામ પસંદ કરવામાં લગભગ બે મહિના લાગ્યા, જેનો અર્થ પ્રાર્થના થાય છે, એક વિચારશીલ નિર્ણય છે. જોકે ફેન્સ દીપિકા અને રણવીરની પુત્રી દુઆની એક ઝલક જોવા માટે ઉત્સુક છે, આ કપલે તેમની પુત્રીની પ્રાઇવસીનું સંપૂર્ણ ધ્યાન રાખી રહ્યા છે. તેઓ હાલ માટે દુઆને કેમેરાથી દૂર રાખવા માગે છે.


દુઆનો વીડિયો થયો હતો લીક 

દીપિકાએ કહ્યું હતું કે તેઓ હાલ તેમની પુત્રીનો ચહેરો નહીં બતાવે અને લાઈમલાઈટથી દૂર શાંત બાળપણને પ્રાથમિકતા આપશે. જોકે, દુઆનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં દીપિકાના ખોળામાં એક નાની છોકરી જોવા મળી હતી. તેમની પરવાનગી વિના પુત્રીનો વીડિયો વાયરલ થવા પર કપલે નારાજગી વ્યક્ત કરી હતી. દીપિકાના ફેન્સને પણ તેને સપોઆપ્યો હતો.


  • Follow us on: