બોલીવુડનું સ્ટાર કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના ઘરે ફરી એકવાર ખુશીઓ દસ્તક દેવા જઈ રહી છે. આ કપલ બીજી વખત માતા-પિતા બનવા જઈ રહ્યું છે. દીપિકા પાદુકોણે પોતાની બીજી પ્રેગ્નન્સી કન્ફર્મ કરી છે. દીપિકા પાદુકોણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેની દીકરી દુઆ જોવા મળી રહી છે, જોકે દુઆનો ચહેરો દેખાતો નથી.
દીપિકા પાદુકોણે શેર કર્યો ફોટો
ફોટામાં દુઆના હાથમાં પ્રેગ્નન્સી ટેસ્ટ કિટ પકડેલી જોઈ શકાય છે. સાથે જ રણવીર અને દીપિકાના હાથ પણ જોવા મળી રહ્યા છે. દીપિકાએ પોસ્ટના કેપ્શનમાં ઈવિલ આઈ (નજર ન લાગે તેવું) ઈમોજી મૂક્યું છે. દીપિકાની આ પોસ્ટ પર ફેન્સ અને સેલેબ્સ સતત કોમેન્ટ કરી રહ્યા છે. અભિનેત્રી પરિણીતી ચોપરાએ તેમને અભિનંદન પાઠવ્યા છે. તો સામંથા રૂથ પ્રભુએ રેડ હાર્ટ ઈમોજી મૂક્યા છે. આ સિવાય ભૂમિ પેડનેકર, અનિતા હસનંદાની અને સુનીલ ગ્રોવર જેવા સ્ટાર્સે પણ તેમને અભિનંદન આપ્યા છે.
ઈન્ડસ્ટ્રીનું પાવર કપલ
દીપિકા અને રણવીર સિંહ ઈન્ડસ્ટ્રીના પાવર કપલ છે. બંનેએ ઘણા વર્ષો સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ 14 નવેમ્બર 2018ના રોજ લગ્ન કર્યા હતા. તેમના લગ્ન ઈટાલીના લેક કોમોમાં ભવ્ય રીતે થયા હતા. તેમણે પરંપરાગત કોંકણી અને સિંધી રીતિ-રિવાજોથી લગ્ન કર્યા હતા અને આ કપલ પોતાના વિવાહિત જીવનમાં ખૂબ ખુશ છે.
2024માં દીકરી દુઆનું સ્વાગત
કપલે વર્ષ 2024માં દીકરીનું સ્વાગત કર્યું હતું. દીપિકાએ 8 સપ્ટેમ્બર 2024ના રોજ દીકરી દુઆને જન્મ આપ્યો હતો. દિવાળી 2025ના રોજ તેમણે દુઆનો ફેસ રિવિલ (ચહેરો બતાવ્યો) કર્યો હતો, જેમાં દુઆ લાલ રંગના સૂટમાં ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી.
વર્ક ફ્રન્ટ
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રણવીર સિંહ અત્યારે ફિલ્મ ધુરંધર 2માં જોવા મળી રહ્યો છે. રણવીરની આ ફિલ્મને ફેન્સે ઘણો પ્રેમ આપ્યો છે. આ પહેલા રણવીર ધુરંધરના પહેલા ભાગમાં જોવા મળ્યો હતો અને બંને ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. બીજી તરફ દીપિકા પાદુકોણની વાત કરીએ તો તે શાહરૂખ ખાનની ફિલ્મ કિંગમાં જોવા મળશે.
આ પણ વાંચો-Bollywoodની લેડી ધુરંધર! આ છે ટોપ 7 ફીમેલ ડાયરેક્ટર, જેમણે આપી છે એકથી એક ચડિયાતી ફિલ્મો!