દીપિકા પાદુકોણ બોલીવુડની ફેમસ અભિનેત્રીમાંથી એક છે અને તેણી છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે કારણ કે અભિનેત્રીએ આઠ કલાકની શિફ્ટ માગ કરી હતી. ત્યાર બાદ શિફ્ટમાં પ્રોબ્લેમ, નફાની વહેંચણી અને વધુ ફીની માંગણીઓ પૂર્ણ ન થવાને કારણે સંદીપ રેડ્ડી વાંગા દ્વારા દિગ્દર્શિત પ્રભાસ અભિનીત ફિલ્મ સ્પિરિટ છોડી દીધી હતી. હવે એવી માહિતી સામે આવી છે કે, તેણે અમિતાભ બચ્ચન સાથેની એક ફિલ્મ પણ નકારી કાઢી છે.
હકીકતમાં દીપિકા પાદુકોણે ધ ઇન્ટર્નની હિન્દી રિમેકમાં કામ કરવાનું છોડી દીધું છે અને હવે તે ફક્ત ફિલ્મની નિર્માતા રહેશે. દીપિકાના કેએ પ્રોડક્શન્સે 2015ની આ હોલીવુડ ફિલ્મના સત્તાવાર અધિકારો 2020માં મેળવ્યા હતા અને તે તેમાં ઋષિ કપૂર સાથે કામ કરવાની હતી. જોકે, ઋષિ કપૂરના મૃત્યુ બાદ જાહેરાત કરવામાં આવી હતી કે અમિતાભ બચ્ચન હવે તેમની જગ્યાએ આ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મ થોડા વર્ષોથી લંબવામાં આવી હતી.













