અભિનેત્રી શિલ્પા શેટ્ટીને આજે પણ બૉમ્બે હાઇકોર્ટમાંથી કોઈ રાહત નથી મળી, કારણ કે કોર્ટે તેમને કોલંબો જવાની મંજૂરી આપવાનો ઇન્કાર કર્યો છે. શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા વિરુદ્ધ ઈકોનોમિક ઓફેન્સ વિંગ (EOW)એ લુકઆઉટ સર્ક્યુલર (LOC) જાહેર કર્યો છે, જેના કારણે તેઓ હવે તપાસ એજન્સી અથવા કોર્ટની મંજૂરી વિના વિદેશ પ્રવાસ કરી શકશે નહીં.
આગામી સુનાવણી 14 ઓક્ટોબરે થશે
શિલ્પા શેટ્ટીના વકીલે કોર્ટને જણાવ્યું કે અભિનેત્રી 25 ઓક્ટોબરથી 29 ઓક્ટોબર સુધી યુટ્યુબના એક ઇવેન્ટ માટે કોલંબો જવાની છે. તેમ છતાં, જ્યારે કોર્ટએ વકીલને પ્રવાસ માટે આમંત્રણ વિશે પૂછ્યું, ત્યારે વકીલે જણાવ્યું કે તેમની પાસે હજી કોઈ આમંત્રણ પત્ર નથી અને ફક્ત ફોન પર વાતચીત થઈ છે, કારણ કે મુસાફરીની મંજૂરી મળ્યા બાદ જ આમંત્રણ મળશે. આ પર કોર્ટે કડક વલણ અપનાવ્યુ અને કહ્યું કે પહેલાં છેતરપિંડીના આરોપમાં ફસાયેલ 60 કરોડ રૂપિયાની રકમ જમા કરાવવી પડશે, ત્યારબાદ જ તેમના વિદેશ પ્રવાસ પર વિચાર કરાશે. આ મામલે આગામી સુનાવણી 14 ઓક્ટોબર માટે નક્કી કરવામાં આવી છે.













