રણવીર સિંહની ફિલ્મ 'ધુરંધર' બોક્સ ઓફિસ પર ધુઆંધાર કમાણી કરી. ધુરંધર ફિલ્મને મળેલ અદભૂત સફળતા બાદ ફેન્સ 'ધુરંધર 2' જોવા આતુર હતા. 'ધુરંધર 2'ને લઈને મોટી અપડેટ સામે આવી છે. સોશિયલ મીડિયા પર 'ધુરંધર 2'નું ટિઝર સામે આવ્યા બાદ એક ફોટો વાયરલ થયો છે. જેમાં ધુરંધર સ્ટાર સાથે સલમાન ખાન દેખાય છે. આ ફોટો સામે આવ્યા પછી ચાહકો અનુમાન કરી રહ્યા છે કે 'ધુરંધર 2'માં સલમાન જોવા મળી શકે છે. 


'ધુરંધર' ફિલ્મનો ક્રેઝ, ચાહકો 'ધુરંધર 2' જોવા આતુર

'ધુરંધર' નો ક્રેઝ યથાવત. બોક્સ ઓફિસ બાદ 'ધુરંધર' ફિલ્મે OTT પ્લેટ ફોર્મ પર જોરદાર જલવો બતાવ્યો. જાન્યુઆરીના અંતમાં OTT પ્લેટ ફોર્મ પર આ ફિલ્મ પ્રદર્શિત થતા ફેન્સની આતુરતના આંત આવ્યો. OTT પર પણ 'ધુરંધર' ધમાલ મચાવી રહી છે . મીડિયા અહેવાલ મુજબ આ ફિલ્મ લોકોને એટલી પસંદ આવી છે કે થિયેટરમાં જોયા બાદ પણ લોકો OTT પર ફિલ્મ જોઈ. મોટા પ્રમોશન અને પ્રચાર વગર આ ફિલ્મ મૌખિક સફળતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. 'ધુરંધર' જોઈ દર્શકો રણવીર સિંહ અને અક્ષય ખન્ના ફેન બની ગયા છે. આ ફિલ્મ જોયા બાદ ફેન્સ  'ધુરંધર 2' જોવા આતુર બન્યા છે.

ધુરંધર ફિલ્મે રેકોર્ડબ્રેક કરી કમાણી

5 ડિસેમ્બર, 2025 ના રોજ રિલીઝ થયેલી 'ધૂરંધર' ની શરૂઆત સામાન્ય હતી. ફિલ્મ રિલીઝ થયા બાદ ધીરે ધીરે ફિલ્મે ગતિ પકડી. ફિલ્મની વાર્તા એટલી જબરજસ્ત હતી કે દર્શકો પણ તેનો મૌખિક પ્રચાર કરવા લાગ્યા. પહેલા દિવસે ફિલ્મે 30 કરોડની કમાણી કરી હતી. જયારે થોડા જ સમયમાં ફિલ્મ એટલી સુપરહિટ થઈ કે ફિલ્મ વર્ષ 2025ની સૌથી મોટી બ્લોકબસ્ટ હીટના કલબમાં સામેલ થઈ. આ ફિલ્મના અભિનેતા રણવીર સિંહ, અક્ષય ખન્ના, માધવનથી લઈને તમામ પાત્રો લોકપ્રિય થયા. રહેમાન ડકૈત તરીકે અક્ષય ખન્નાનો અંદાજ લોકોને પસંદ આવ્યો. રણવીરની આ ફિલ્મે અનેક મોટા સ્ટાર અને મોટી હિટ ફિલ્મોની ટક્કર આપી.આદિત્ય ધર દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મે 'છાવા' 'સૈયારા' જેવી ફિલ્મોને પાછળ છોડી આશરે ₹1,300 કરોડની કમાણી કરી છે.

બોક્સ ઓફિસ પર જોરદાર ફિલ્મો

સની દેઓલની "બોર્ડર 2" ફિલ્મે બોક્સ ઓફિસ પર નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે, જે 2026 ની પહેલી મોટી બ્લોકબસ્ટર ફિલ્મ બની છે . જ્યારે બીજા સપ્તાહના અંતે મજબૂત કમાણી કરનારી આ ફિલ્મ અઠવાડિયાના દિવસોમાં થોડી ધીમી પડી છે, પરંતુ તે બોક્સ ઓફિસ પર મજબૂત રીતે ટકી રહી છે. રાની મુખર્જીની ફિલ્મ 'મર્દાની 3' બોક્સ ઓફિસ પર પોતાનું સ્થાન જાળવી રાખી છે. બોર્ડર 2 અને ધુરંધર સામે આ ફિલ્મે ચોથા દિવસે એટલે કે સોમવારે,2.15 કરોડ રૂપિયા કલેક્શન કર્યું.


આ પણ વાંચો : Entertainment : અભિનેત્રી ન હોત તો દીપિકા પાદુકોણ શું હોત? પોતે જ કર્યો ખુલાસો

  • Follow us on: