આદિત્ય ધર નિર્દેશિત અને રણવીર સિંહ સ્ટારર ધુરંધર ફ્રેન્ચાઇઝી ભારતીય સિનેમાના ઇતિહાસમાં એક સીમાચિહ્નરૂપ સાબિત થઈ છે. ફિલ્મ મેકિંગ અને બોક્સ ઓફિસ પર ઐતિહાસિક સફળતા, બંને બાબતોમાં આ ફ્રેન્ચાઇઝીએ નવા બેન્ચમાર્ક સેટ કર્યા છે. ખાસ કરીને સિનેમાઘરોમાં તેની સફળતાની વાત કરીએ તો, આ ફિલ્મ વર્લ્ડવાઇડ પહેલા જ 3000 કરોડનો આંકડો પાર કરનારી પહેલી ભારતીય ફિલ્મ ફ્રેન્ચાઇઝી બનીને ઇતિહાસ રચી દીધો હતો. હવે તેનાથી પણ આગળ વધીને, તેણે વધુ એક મોટી ઉપલબ્ધિ હાંસલ કરી છે.
ધુરંધર એ બોક્સ ઓફિસ પર મચાવ્યો હતો તહેલકો
ધુરંધર ફ્રેન્ચાઇઝીની પહેલી ફિલ્મ કોઈ બહુ મોટી ઇવેન્ટ ફિલ્મ નહોતી અને તેને ઠીક-ઠીક ચર્ચાઓ વચ્ચે રિલીઝ કરવામાં આવી હતી. સારી શરૂઆત પછી, દર્શકોના મજબૂત વર્ડ ઓફ માઉથને કારણે તેણે જબરદસ્ત સફળતા મેળવી. માત્ર ભારતમાં જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તેણે શાનદાર કમાણી કરી અને વર્લ્ડવાઇડ 1354.84 કરોડનો જંગી નફો મેળવ્યો, જેનાથી સૌ કોઈ દંગ રહી ગયા હતા.
ધુરંધર 2 બની બોલીવુડની સૌથી મોટી ફિલ્મ
પહેલા ભાગની શાનદાર સફળતા બાદ, ધુરંધર 2ને લઈને જબરદસ્ત ક્રેઝ જોવા મળ્યો અને તે બોલીવુડની સૌથી મોટી ફિલ્મ બની ગઈ. પહેલા ભાગની પોપ્યુલારિટીના જોરે, આ સીક્વલે બોલીવુડ ફિલ્મના ઇતિહાસમાં રેકોર્ડબ્રેક શરૂઆત કરી. હવે તેણે સિનેમાઘરોમાં 50 દિવસ પૂરા કરી લીધા છે અને તે હજુ પણ મોટા પડદા પર દર્શકોનું મનોરંજન કરી રહી છે. 52મા દિવસ સુધીમાં ધુરંધર 2 એ વર્લ્ડવાઇડ 1831.38 કરોડ રૂપિયાનું કલેક્શન કરી લીધું હતું.
ધુરંધર ફ્રેન્ચાઇઝીએ રચ્યો ઇતિહાસ
ધુરંધરના બંને ભાગોના કલેક્શનને જોડીને જોઈએ તો આ ફ્રેન્ચાઇઝીનું કુલ વર્લ્ડવાઇડ કલેક્શન ચોંકાવનારૂ એટલે કે 3186.22 કરોડ રૂપિયા છે. આ સાથે જ આ ફ્રેન્ચાઇઝી વિશ્વભરમાં 3100 કરોડ રૂપિયાનો આંકડો પાર કરનારી એકમાત્ર ભારતીય ફિલ્મ ફ્રેન્ચાઇઝી બની ગઈ છે. ભારતીય ફિલ્મ ફ્રેન્ચાઇઝીમાં બીજું સૌથી સારું પ્રદર્શન બાહુબલીનું છે, જેણે 2450 કરોડ રૂપિયા કમાયા હતા.
ધુરંધર ફ્રેન્ચાઇઝી વિશે
આદિત્ય ધર દ્વારા નિર્દેશિત, ધુરંધર ફ્રેન્ચાઇઝીનું અંદાજિત બજેટ 450 કરોડ રૂપિયા છે. તેનું પ્રોડક્શન જ્યોતિ દેશપાંડે, આદિત્ય ધર અને લોકેશ ધરે જિયો સ્ટુડિયોઝ અને B62 સ્ટુડિયોઝના બેનર હેઠળ કર્યું છે. જેમાં રણવીર સિંહ, અક્ષય ખન્ના, સંજય દત્ત, અર્જુન રામપાલ, આર. માધવન, રાકેશ બેદી, સારા અર્જુન, ગૌરવ ગેરા અને દાનિશ પંડોર મુખ્ય ભૂમિકામાં છે.
આ પણ વાંચો- 'પ્રેમ હંમેશા વિજયી...', Trisha Krishnanનો ખુલ્લેઆમ પ્રેમનો ઇઝહાર? વિજયના શપથ ગ્રહણ બાદ પોસ્ટ વાયરલ!