અભિનેત્રી તૃષા કૃષ્ણનએ વિજયના શપથ ગ્રહણ સમારોહ બાદ પહેલીવાર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. આ પોસ્ટના કેપ્શને સૌને હેરાન કરી દીધા છે. અફેર સાથે જોડાયેલા વિવાદો વચ્ચે તૃષાનું આ કેપ્શન જાહેરમાં પ્રેમનો એકરાર હોય તેવું લાગી રહ્યું છે.

તૃષા અને વિજયનો સંબંધ

તૃષા અને વિજયના અફેરની વાત દરેક જગ્યાએ ફેલાયેલી છે. દરેક જગ્યાએ બંનેનું સાથે દેખાવું અને પત્ની સંગીતા સાથેના છૂટાછેડા આ અફવાને વધુ મજબૂત બનાવે છે. તાજેતરમાં તૃષાની આ નવી પોસ્ટે ચર્ચાઓને ફરી વેગ આપ્યો છે.

શપથ ગ્રહણ સમારોહમાં તૃષા

વિજયના ફેન્સ શપથ ગ્રહણ સમારોહમાં તેમની પત્ની સંગીતા અને બાળકોની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ તેમની જગ્યાએ આ ખાસ અવસરે તૃષાએ લાઈમલાઈટ લૂંટી હતી. ઘણા ફેન્સ ખુશ થયા તો ઘણા ફેન્સને આ ગમ્યું નથી.

સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ

શપથ ગ્રહણ સમારોહમાં લાઈમલાઈટ મેળવ્યા બાદ પણ તૃષા અટકી નથી. હવે તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરી છે, જેમાં તેણે એવું કેપ્શન લખ્યું છે, જેને લોકો વિજય માટે જાહેરમાં પ્રેમનો એકરાર કહી રહ્યા છે.
https://www.instagram.com/p/DYL4odDGVMc/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

તૃષાની પોસ્ટ

તૃષાએ ઇન્સ્ટાગ્રામ પર શપથ ગ્રહણ સમારોહમાં પહેરેલી વાદળી સાડીમાં અનેક તસવીરો ખેંચાવી હતી. તે તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યું કે- 'પ્રેમ હંમેશા બુલંદ (વિજયી) રહે છે.'

પ્રેમનો એકરાર કેવી રીતે થયો?

તૃષા અને વિજયના અફેરની અફવા બધે જ છે. આ દરમિયાન તૃષાનું શપથ ગ્રહણ સમારોહમાં પહોંચવું અને તે જ સમારોહના કપડાં સાથે જોડાયેલી તસવીર શેર કરવી, તે આ બાબતનો પૂરો સંકેત આપે છે. કેપ્શનમાં પ્રેમ વિશે લખવું એ વિજય સાથેના તેના અંગત સંબંધ તરફ ઈશારો કરે છે.

શપથ ગ્રહણમાં હાજરી

તૃષા માત્ર શપથ ગ્રહણ સમારોહમાં પહેલી હરોળમાં બેઠેલી જોવા મળી હતી એટલું જ નહીં, પણ સમારોહ બાદ તે વિજયના પરિવાર સાથે ઘણી સહજ દેખાઈ હતી. મીડિયા રિપોર્ટ્સ મુજબ, તે વિજયના માતા-પિતા સાથે ઘણો સમય વિતાવતી જોવા મળી હતી.

જૂની અફવાઓ અને જ્યોતિષ

જ્યોતિષી વેણુ સ્વામીએ પણ ભવિષ્યવાણી કરી હતી કે વિજયની રાજકીય સફળતા પાછળ તૃષાના ગ્રહોનો મોટો હાથ છે. જોકે, તૃષાના કારણે જ જલ્દી વિજયની સરકાર પડવાના પણ સંકેત આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો-Trisha Krishnan : વાળમાં ગજરો, કપાળ પર બિંદી, થલાપતિ વિજયના શપથ ગ્રહણ સમારોહમાં તૃષા કૃષ્ણનનો દેખાયો રોયલ અંદાજ