આદિત્ય ધર દ્વારા નિર્દેશિત અને રણવીર સિંહ સ્ટારર સ્પાય-થ્રિલર ફિલ્મ 'ધુરંધર' વર્ષ 2025-26ની સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મ તરીકે ઉભરી આવી છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર અનેક જૂના રેકોર્ડ તોડીને ઈતિહાસ રચ્યો છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં રણવીર સિંહ અને અક્ષય ખન્ના સહિત તમામ સહાયક કલાકારોની પણ ચારેકોર ચર્ચા છે. છતાં જેના દમ પર આ ફિલ્મે જોરદાર પ્રદર્શન કર્યું તે રણવીર સિંહ કેમ ખામોશ છે. જે તેના ચાહકો માટે આશ્ચર્યજનક છે. 


ધુરંધર ફિલ્મે 1,113 કરોડની કમાણી કરી

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સામાન્ય રીતે કોઈ ફિલ્મ હિટ થયા પછી, તેનો મુખ્ય કલાકાર સતત ઇન્ટરવ્યુ આપે છે. ધુરંધર ફિલ્મ અને તેના પાત્રોની અત્યારે ચારેકોર ચર્ચા છે. રણવીર સિંહની આ ફિલ્મે વિશ્વભરમાં ₹1,113 કરોડથી વધુની કમાણી કરી છે. જયારે સમગ્ર ભારતમાં ફિલ્મની નેટ કમાણી ₹722 કરોડને પાર કરી ગઈ છે. રિલીઝના 27મા દિવસે પણ, ધુરંધર દર્શકોને દિવાના બનાવવાનું ચાલુ રાખે છે. તેના સમયની આસપાસ રિલીઝ થયેલી ફિલ્મો બોક્સ ઓફિસ પર ખરાબ પ્રદર્શન કરી છે. સુપરહિટ જઈ રહેલ ધુરંધરની આંધીના કારણે અક્ષય કુમાર અને અજય દેવગણે પોતાની ફિલ્મો રિલીઝ કરવાની તારીખો પણ બદલી નાખી.

વરિન્દર ચાવલાએ રસપ્રદ ખુલાસો કર્યો

મુખ્ય અભિનેતા રણવીર સિંહ, ધુરંધરની સફળતા પર મૌન છે. અભિનેતાએ કોઈ ઇન્ટરવ્યુ આપ્યો નથી, કોઈ પોસ્ટ પોસ્ટ કરી નથી, કે કોઈ જાહેરમાં દેખાયો નથી. તે સંપૂર્ણપણે પ્રકાશથી દૂર છે. આ મામલે રણવીરે લો-પ્રોફાઇલ રહેવાનું પસંદ કર્યું છે. રણવીરની ખામોશી પર ફોટોગ્રાફર વરિન્દર ચાવલાએ રસપ્રદ ખુલાસો કર્યો. એક મીડિયા ચેનલ સાથેની વાતચીતમાં વરિન્દરએ ફિલ્મના પ્રમોશનનો કિસ્સો યાદ કર્યો. જયાં તેમની મુલાકાત રણવીર સાથે થઈ હતી.

ખરેખરે મેં બહુ મહેનત કરી છે, રણવીર સિંહ

વરિન્દર કહે છે કે "હું પ્રમોશન દરમિયાન રણવીરને બે વાર મળ્યો હતો. જ્યારે પીઆરએ મને તેમનો પરિચય કરાવ્યો, ત્યારે અભિનેતાએ ફક્ત એક જ વાક્ય કહ્યું: 'પાજી, મેં આના (ધુરંધર) પર ખરેખર સખત મહેનત કરી છે. રણવીરે આ ફિલ્મ માટે 15 કિલો વજન વધાર્યું હતું અને પછી વજન ઘટાડ્યું. જ્યારે મેં ધુરંધર જોયો, ત્યારે મને ખ્યાલ આવ્યો કે ફિલ્મમાં બધાએ કેટલી મહેનત કરી છે. મેં તરત જ રણવીરને મેસેજ કર્યો અને કહ્યું કે મને ફિલ્મ ખૂબ જ ગમી. ત્યારે પણ તેમણે આ જ વાક્ય કહ્યું હતું. ખરેખરે મેં બહુ મહેનત કરી છે. રણવીરની જેમ, અક્ષય ખન્નાએ પણ 'ધૂરંધર'ની સફળતા પછી કોઈ ખાસ ટિપ્પણી કરી નથી. તેમણે પણ તેની સફળતા પર કોઈ ટિપ્પણી કરી નથી.


આ પણ વાંચો : Virat Kohli અને અનુષ્કા શર્મા આ નવા વર્ષમાં ક્યાં છે? આ દેશમાં કરી રહ્યા છે સેલિબ્રેશન

  • Follow us on: