રણવીર સિંહની ફિલ્મ "ધુરંધર" બોક્સ ઓફિસ પર સુપરહિટ થઈ. વર્ષ 2025ની સૌથી મોટી કમાણી કરનાર આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ₹1,000 કરોડથી વધુ કમાણી કરી ઇતિહાસ રચ્યો. દર્શકોને આ ફિલ્મ એટલી પસંદ આવી હતી કે ફેન્સ ફરી થિયેટરમાં ફિલ્મ જોવા ગયા હતા. લોકો આ ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થવાની રાહ જોઈ રહ્યા હતા. તેમની આતુરતાના અંત આવ્યો છે. આખરે 30 જાન્યુઆરીના રોજધુરંધર ફિલ્મ OTT પર રિલીઝ થઈ. પરંતુ ફેન્સ આ ફિલ્મ જોઈ વધુ ગુસ્સે થયા.
OTT પર ધુરંધર ફિલ્મ જોઈ દર્શકો થયા ગુસ્સે
ધુરંધર ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થતા જ દર્શકો મધ્યરાત્રિએ પણ ફિલ્મ જોવા બેસી ગયા હતા. OTT પર ધુરંધર જોનારા પ્રત્યેક દર્શક આ ફિલ્મ જોઈ નાખુશ થયા. જે લોકોએ આ ફિલ્મ જોઈ હતી તેમને ફિલ્મની દરેક બાબત ખ્યાલ હતી. એટલે જ જયારે ડિજિટલ પ્લેટફોર્મ પર ફિલ્મ આવી ત્યારે તેમાં મોટો ફેરફાર તેમણે જોયો. OTT પર આવેલ ધુરંધર ફિલ્મમાં બહુ મોટા ફેરફાર કરવામાં આવ્યો હોવાનો દર્શકો કહી રહ્યા છે. આ ફેરફારથી તેઓ ખુશ નહોતા. OTT પર 30 જાન્યુઆરી રિલીઝ થયેલ ધુરંધર ફિલ્મ જોઈ દર્શકો ગુસ્સે થયા. તેમણે સોશિયલ મીડિયા પર પોતાનો આક્રોશ ઠાલવ્યો.













