સિંગર ધ્વનિ ભાનુશાલી હવે પોતાની પર્સનલ લાઇફને લઈને ચર્ચામાં છે. સિંગરે પોતાના રોમેન્ટિક પ્રપોઝલની તસવીરો શેર કરતા બોયફ્રેન્ડ યશ ભાનુશાલી સાથે પોતાની સગાઈની જાહેરાત કરી દીધી છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર પોતાના રોમેન્ટિક પ્રપોઝલની ઘણી તસવીરો શેર કરી છે, જેમાં તેમની આ ખાસ પળની ઝલક જોવા મળી રહી છે અને જેવી આ તસવીરો સામે આવી કે તરત જ તેને ચારેબાજુથી શુભેચ્છાઓ મળવા લાગી. ધ્વનિએ પોતાની સગાઈની વીંટી પણ બતાવી છે અને પોતાના મંગેતર યશ માટે એક પ્રેમાળ કેપ્શન લખતા તેને પોતાનો કપકેક ગણાવ્યો છે.

સિંગર ધ્વનિ ભાનુશાલીએ કરી સગાઈની જાહેરાત

શુક્રવારે ધ્વનિએ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરીને ફેન્સને પોતાની સગાઈના ખુશખબર આપ્યા હતા. તસવીરો સાથે તેણે લખ્યું, મને જીવનભર માટે મારો કપકેક (પ્રેમાળ સાથી) મળી ગયો છે. મેં હા કહી દીધી છે. આ તસવીરોમાં ધ્વનિ અને યશને પોતાના સૌથી ખાસ દિવસની ઉજવણી કરતા અને કેટલીક સુંદર પળો વિતાવતા જોઈ શકાય છે. ફેન્સ પણ આ તસવીરો જોયા બાદ આ કપલને અભિનંદન આપ્યા વિના રહી શક્યા નહીં અને ધ્વનિના સેલિબ્રિટી મિત્રોએ પણ ફોટા પર કમેન્ટ કરીને તેને સગાઈની શુભકામનાઓ પાઠવી છે.

Dhvani Bhanushali (1)

ધ્વનિ-યશની ખાસ તસવીરો

ધ્વનિએ જે તસવીરો શેર કરી છે, તેમાંથી એક તસવીરમાં ધ્વનિ યશને ગળે લગાવતી જોવા મળી રહી છે, જ્યારે બીજી તસવીરમાં યશ તેના ગાલ પર કિસ કરી રહ્યો છે. તેણે પોતાની સગાઈની વીંટી પણ ફેન્સને નજીકથી બતાવી છે, જેમાં આ જોડી એક સુંદર સનસેટ સામે પોઝ આપતી નજરે પડે છે. તસવીરો શેર કર્યાની સાથે જ ઇન્ડસ્ટ્રીના સાથી કલાકારો અને ફેન્સે કમેન્ટ સેક્શનમાં અભિનંદન સંદેશાઓનો વરસાદ કરી દીધો હતો. સિંગર પ્રગતિ નાગપાલ અને અસીસ કૌરે કમેન્ટ્સમાં ધ્વનિને શુભેચ્છાઓ આપી અને સાથે રેડ હાર્ટ ઇમોજી પણ મૂક્યા, જ્યારે પલક મુછલે પણ આ પોસ્ટને લાઇક કરી છે.

https://www.instagram.com/p/Dfrh_qKEwI3/?utm_source=ig_web_copy_link&exln=NTc4MTIwNjQ2YQ==

ધ્વનિ ભાનુશાલી વિશે વધુ જાણો

વાસ્તે ગીતને ઓનલાઇન લાખો વ્યૂઝ મળ્યા બાદ ધ્વનિ ઘર-ઘરમાં જાણીતી બની ગઈ હતી. તેનું ગીત દિલબર પણ સુપરહિટ રહ્યું હતું, જેનાથી તેને ઇન્ડિયન મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન બનાવવામાં મદદ મળી. ધ્વનિએ વર્ષ 2018 માં મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો હતો અને ટૂંક સમયમાં જ વાસ્તે, લે જા રે અને દિલબર જેવા ગીતોથી પ્રખ્યાત થઈ ગઈ. તેણે લુકા છુપી ફિલ્મના ગીત દુનિયા અને નયન જેવા લોકપ્રિય ગીતોમાં પણ પોતાનો અવાજ આપ્યો છે. વર્ષ 2024 માં તેણે 'કહાં શુરુ કહાં ખતમ' ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું, જે સપ્ટેમ્બર 2024 માં થિયેટરોમાં રિલીઝ થઈ હતી.

આ પણ વાંચો-Ramanand Sagar : 100થી વધુ ઓડિશન બાદ રામાયણ સીરિયલ માટે ફાઇનલ થયું હતું રાવણનું પાત્ર!