ગુજરાતના અમદાવાદમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શનિવારે રાત્રે દિલજીત દોસાંજે ઇતિહાસ રચ્યો. પોતાના Aura India Tour દરમિયાન તેમણે સ્ટેડિયમમાં ભવ્ય કોન્સર્ટ યોજ્યો, જેમાં 1.20 લાખથી વધુ લોકો ઉમટી પડ્યા હતા.
આ દરમિયાન સ્ટેજ પર એક એવી મહિલા ફેનની એન્ટ્રી થઈ, જે આ વર્ષે દિલજીતના 7 કોન્સર્ટમાં હાજરી આપી ચૂકી હતી. આ જાણીને દિલજીત પણ આશ્ચર્યચકિત થઈ ગયા.
ત્યારબાદ તેમણે મહિલા ફેનને એવી ભેટ આપી કે સૌ કોઈ દંગ રહી ગયા. દિલજીતે જાહેરાત કરી કે તેઓ જ્યાં સુધી ગાતા રહેશે અને જ્યાં પણ કોન્સર્ટ કરશે, ત્યાં આ મહિલાને જીવનભર ફ્રી ટિકિટ મળશે.
દિલજીતે સ્ટેજ પર આવેલી મહિલા ફેનને પૂછ્યું, “આ વર્ષે તમારો આ કેટલામો શો છે?” મહિલાએ પોતાની આંગળીઓથી સાતમો શો હોવાનું જણાવ્યું. આ સાંભળીને દિલજીતે કહ્યું, “વાહ! આ વર્ષે Aura Tourનો તેમનો સાતમો શો છે. તેઓ વાનકુવર, અમેરિકા, યુરોપ અને વેમ્બલી પણ આવ્યા હતા અને આજે અમદાવાદમાં પણ હાજર છે.”
જીવનભર ફ્રી ટિકિટની ભેટ
દિલજીતે મહિલા ફેનને એક ગિફ્ટ બોક્સ આપ્યું અને કહ્યું, “આજ પછી તમારે ટિકિટ ખરીદવાની જરૂર નથી. હું આ વાત ગંભીરતાથી કહી રહ્યો છું. આજ પછી આખી જિંદગી, જ્યાં સુધી હું ગાતો રહીશ ત્યાં સુધી તમારી ટિકિટ ફ્રી રહેશે. તમારે મારા કોન્સર્ટની ટિકિટ ખરીદવાની નહીં.”દિલજીતની આ જાહેરાત સાંભળીને મહિલા ફેન ખુશીથી ઝૂમી ઊઠી હતી. સ્ટેડિયમમાં હાજર લોકોએ પણ તાળીઓના ગડગડાટથી આ ક્ષણને વધાવી લીધી હતી.
https://www.instagram.com/reel/DgBEPjXRnDt/?utm_source=ig_web_copy_link&jplx=MzRlODBiNWFlZA==&avpt=MzRlODBiNWFlZA==
Aura India Tourમાં ક્યાં-ક્યાં યોજાયા અને યોજાશે કોન્સર્ટ?
યોજાઈ ચૂકેલા શો
- દિલ્હી: 30 ઓક્ટોબર 2026 – જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ
- ઇન્દોર: 15 નવેમ્બર 2026 – C21 એસ્ટેટ
- અમદાવાદ: 21 નવેમ્બર 2026 – નરેન્દ્ર મોદી સ્ટેડિયમ
આગામી શો
- મુંબઈ: 27 નવેમ્બર 2026 – મહાલક્ષ્મી રેસ કોર્સ
- બેંગલુરુ: 29 નવેમ્બર 2026 – NICE ગ્રાઉન્ડ્સ
- લખનઉ: 5 ડિસેમ્બર 2026 – જાંબૂરી ગ્રાઉન્ડ્સ
- ચંદીગઢ: 12 ડિસેમ્બર 2026 – ન્યૂ PCA સ્ટેડિયમ, મુલ્લાંપુર
- કોલકાતા: 19 ડિસેમ્બર 2026 – વિવેકાનંદ યુવા ભારતી ક્રીડાંગન
આ પણ વાંચો:Anant Singh કેમ થયા દુઃખી? દીકરીનાં શાહી લગ્નની તૈયારીઓ પર પાણી ફરી વળ્યું!