સાઉથ સિનેમાના જાણીતા ડાયરેક્ટર એટલી કુમારના ઘરે ફરી એકવાર ખુશીઓનું આગમન થયું છે. તેઓ બીજી વખત પિતા બન્યા છે અને આ વખતે તેમના ઘરે નાની પરીનું આગમન થયું છે. એટલીની પત્ની કૃષ્ણા પ્રિયાએ એક પ્યારી દીકરીને જન્મ આપ્યો છે. એટલી અને પ્રિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આ ગુડ ન્યૂઝ આપ્યા છે.

મોટા ભાઈ મીરે આપ્યા સારા સમાચાર

એટલી અને પ્રિયાએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેમનો મોટો દીકરો મીર જોવા મળી રહ્યો છે. પોસ્ટમાં તે રમકડાની કાર પર બેસીને મોટા ભાઈ બનવાની ખુશી વ્યક્ત કરતો દેખાય છે. મીરે જણાવ્યું કે હવે તે એક નાની બહેનનો મોટો ભાઈ બની ગયો છે. એટલી અને પ્રિયાએ પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે, ફીલિંગ બ્લેસ્ડ (Feeling Blessed).

સેલેબ્સે પાઠવ્યા અભિનંદન

સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને બોલીવુડના ઘણા સેલેબ્સ આ ખાસ અવસર પર એટલીને અભિનંદન પાઠવી રહ્યા છે. કાજલ અગ્રવાલ, સામંથા રુથ પ્રભુ અને અનન્યા પાંડેએ એટલીની પોસ્ટર પ્રેમ વરસાવ્યો છે. સામંથાએ લખ્યું, અભિનંદન. જ્યારે કાજલે લખ્યું, અભિનંદન. નાની પરીને ઘણો બધો પ્રેમ. મમ્મી-પપ્પાને અભિનંદન.

2014માં થયા હતા લગ્ન

એટલી અને પ્રિયાએ લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ વર્ષ 2014માં લગ્ન કર્યા હતા. લગ્નના 8 વર્ષ પછી, ડિસેમ્બર 2022માં તેમણે પહેલીવાર પ્રેગ્નન્સી એનાઉન્સ કરી હતી અને 31 જાન્યુઆરી, 2023ના રોજ આ કપલે પુત્ર મીરનું સ્વાગત કર્યું હતું. હવે આ કપલ બીજી વખત માતા-પિતા બન્યું છે.
https://www.instagram.com/p/DXVy3UlgnRW/?utm_source=ig_web_copy_link

વર્ક ફ્રન્ટ: ફિલ્મ રાકા

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, એટલી અત્યારે પોતાની આગામી ફિલ્મ રાકાને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં અલ્લુ અર્જુન હીરો છે અને તેમની સામે દીપિકા પાદુકોણ જોવા મળશે. અલ્લુ અર્જુનના 44માં જન્મદિવસ (8 એપ્રિલ) પર આ ફિલ્મમાંથી તેમનો ફર્સ્ટ લૂક રિલીઝ કરવામાં આવ્યો હતો, ત્યારથી ફેન્સ આ ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો- Varun Dhawan એ મજાકમાં સલમાન ખાનને કહ્યો દેશનો સૌથી મોટો કુંવારો, પછી જે થયું એ...!