તાજેતરમાં રોહિત શેટ્ટી અને રણવીર સિંહને કથિત રીતે ધમકીભર્યા સંદેશા મળ્યા હતા. આ સંદેશામાં કરોડો રૂપિયાની માંગણી સાથે ગંભીર પરિણામોની ચેતવણી આપવામાં આવી હતી. મામલો ગંભીર બનતા મુંબઈ પોલીસએ તપાસ શરૂ કરી છે અને અભિનેતાની સુરક્ષા વધારવામાં આવી છે. ધમકીઓ છતાં રણવીર જાહેર કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યો છે, જે તેના મજબૂત મનોબળને દર્શાવે છે.
ઓરી સાથે લગ્નમાં દેખાયો રણવીર
આ તણાવભર્યા સમયમાં રણવીર તાજેતરમાં સોશિયલ મીડિયા સ્ટાર ઓરહાન અવત્રામણિ (ઓરી) સાથે એક ભવ્ય લગ્ન સમારોહમાં જોવા મળ્યો. ઓરીએ પોતાના ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં રણવીર સાથેના અનેક ફોટા શેર કર્યા, જેમાં અભિનેતાનો “ધુરંધર” અવતાર ખાસ ચર્ચામાં રહ્યો. આ લગ્નમાં વરુણ ધવન, વીર પહાડિયા સહિત અનેક સેલિબ્રિટીઝ હાજર હતી. ઓરીને અનન્યા પાંડેના બોયફ્રેન્ડ વોકર બ્લેન્કો સાથે પણ જોવામાં આવ્યો.
