અજય દેવગન અને શ્રેયા સરન સ્ટારર ફિલ્મ દ્રશ્યમ 3એ બોક્સ ઓફિસ પર રેકોર્ડબ્રેક કમાણી કરી છે. ફિલ્મે રિલીઝ થયા પછીથી જ એક પછી એક નવા રેકોર્ડ બનાવી દીધા છે. તેને રિલીઝ થયે માત્ર 3 જ દિવસ થયા છે અને તેણે બોક્સ ઓફિસ પર જોરદાર બિઝનેસ કરી લીધો છે. સન્ડે વીકેન્ડનો ફિલ્મને જબરદસ્ત ફાયદો મળ્યો છે, જેના કારણે તેણે 150 કરોડનો આંકડો વટાવી દીધો છે.

ટોપ 10 હાઈએસ્ટ ગ્રોસિંગ ફિલ્મોમાં એન્ટ્રી

આ સાથે જ હવે દ્રશ્યમ 3ની વર્ષ 2026ની ટોપ 10 હાઈએસ્ટ ગ્રોસિંગ ફિલ્મોની લિસ્ટમાં એન્ટ્રી થઈ ચૂકી છે. ફિલ્મે દુનિયાભરમાં 200 કરોડથી વધુનું કલેક્શન કરી લીધું છે. આ ઉપરાંત રવિવારે તેણે આવારાપન 2 જેવી ફિલ્મનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. 

દ્રશ્યમ 3નું 3 દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન

દ્રશ્યમ 3 એ બોક્સ ઓફિસ પર 3 દિવસમાં રેકોર્ડબ્રેક બમ્પર કમાણી કરી છે. ફિલ્મને રિલીઝ થયે 3 દિવસનો સમય થયો છે અને ત્રણેય દિવસ દરમિયાન દરરોજ 50-50 કરોડથી વધુનો બિઝનેસ કર્યો છે. ફિલ્મે રવિવારે 150 કરોડનો આંકડો પાર કરી લીધો છે.

  • સેકનિલ્કના જણાવ્યા અનુસાર, ફિલ્મે પહેલા દિવસે 62 કરોડનું કલેક્શન કર્યું.
  • બીજા દિવસે 53.50 કરોડનો બિઝનેસ કર્યો.
  • ફિલ્મે ત્રીજા દિવસે રાત્રે 10.30 વાગ્યા સુધીમાં 61 કરોડનું કલેક્શન કરી લીધું છે.
  • ફિલ્મની ઓક્યુપન્સી પણ 55.0% નોંધાઈ છે.
  • આ ફિલ્મનું ભારતમાં કુલ નેટ કલેક્શન 176.50 કરોડ થઈ ગયું છે.

Drishyam 3, Awarapan 2, Ajay Devgn (1)

દ્રશ્યમ 3બની 2026 ની 7મી હાઈએસ્ટ ગ્રોસર

આ સાથે જ ફિલ્મ દ્રશ્યમ 3ની ટોપ 10 હાઈએસ્ટ ગ્રોસિંગ ફિલ્મોની યાદીમાં એન્ટ્રી થઈ ગઈ છે. તેણે આવારાપન 2 જેવી ફિલ્મના રેકોર્ડને તોડી નાખ્યો છે. 

  1. ધુરંધર 2 - 1186.32 કરોડ
  2. બોર્ડર 2 - 362.76 કરોડ
  3. હનુમાન અંશ - 321.73 કરોડ
  4. મિર્ઝાપુર ધ મુવી - 232.92 કરોડ
  5. ભૂત બંગલા - 199.23 કરોડ
  6. ધમાલ 4 - 177.92 કરોડ
  7. દ્રશ્યમ 3 - 176.50 કરોડ
  8. આવારાપન 2 - 156.12 કરોડ
  9. ટોક્સિક હિન્દી - 143.92 કરોડ
  10. વેલકમ ટુ ધ જંગલ - 137.93 કરોડ

દ્રશ્યમ 3 એ વર્લ્ડવાઈડ 200 કરોડનો આંકડો વટાવ્યો

સેકનિલ્કના જણાવ્યા અનુસાર, દ્રશ્યમ 3 એ વર્લ્ડવાઈડ પણ 200 કરોડનો આંકડો પાર કરી લીધો છે. ફિલ્મે 2 દિવસમાં વર્લ્ડવાઈડ 179.60 કરોડ અને ભારતમાંથી ગ્રોસ 138.60 કરોડનું કલેક્શન કર્યું હતું. તેવામાં હવે રવિવારના કલેક્શન પછી ફિલ્મે દુનિયાભરમાંથી 272.80 કરોડનું કલેક્શન કરી લીધું છે.

આ પણ વાંચો-Romantic Series : 3 મહિનાથી OTT પર છવાયેલી છે આ રોમેન્ટિક સિરીઝ, IMDb પર પણ મળી ધમાકેદાર રેટિંગ