'દ્રશ્યમ' ફેમ એક્ટ્રેસ ઈશિતા દત્તા છેલ્લા કેટલાક દિવસોથી પોતાની બીજી પ્રેગ્નેન્સીને કારણે ચર્ચામાં છે. એક્ટ્રેસે ઘણા સમય પહેલા ફેન્સને પોતાની પ્રેગ્નેન્સીના સારા સમાચાર આપ્યા હતા અને હવે તે ફરીથી માતા બની છે.


ઈશિતા દત્તા અને વત્સલ સેઠ ફરીથી માતા-પિતા બન્યા છે અને તેમનો પરિવાર પૂરો થઈ ગયો છે. ઈશિતાએ એક સુંદર પુત્રીને જન્મ આપ્યો છે. આ કપલે સોશિયલ મીડિયા પર પોતાની પુત્રી સાથેની તસવીર શેર કરી છે અને ફેન્સ સાથે આ સારા સમાચાર શેર કર્યા છે.

શેર કર્યો ફેમિલી ફોટો

ઈશિતા દત્તા અને વત્સવ સેઠે પોતાના પરિવારની આ સુંદર તસવીર શેર કરાતાં કેપ્ટનમાં લખ્યું છે કે "બેથી ચાર દિલ એક સાથે" ધબકી રહ્યા છે. અમારો પરિવાર પૂરો થઈ ગયો છે. અમને બેબી ગર્લના આર્શીવાદ મળ્યા છે. આ સાથે તેને હાર્ટ ઈમોજી પોસ્ટ કરતાં પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે. આ તસવીરમાં ઈશિતાએ તેના ખોળામાં તેની પુત્રી જોવા મળી રહી છે. તેની પુત્રીનો ફેસ પર એક રેડ હાર્ટથી છુપાવવામાં આવ્યો છે.


ફેમિલી ફોટોમાં જોવા મળી ખુશી

ફોટામાં ઈશિતા અને ન્યૂ બેબી વત્સલ સેઠ અને પુત્ર વાયુ સાથે જોવા મળે છે અને આ કપલ પુત્રી સાથે પોઝ આપતા ખૂબ જ ખુશ જોવા મળે છે. ફોટામાં ઈશિતા હોસ્પિટલના પલંગ પર જોવા મળે છે. વત્સલ સેઠે આ વર્ષે ફેબ્રુઆરીમાં ઈશિતાની બીજી પ્રેગ્નેન્સીનો ખુલાસો કર્યો હતો.

મીડિયા સાથેની વાતચીતમાં એક્ટરે કહ્યું હતું કે 'માતાપિતા તરીકે અમે ચર્ચા કરીએ છીએ કે બીજી પ્રેગ્નેન્સી પહેલી ગર્ભાવસ્થા કરતા ઘણી અલગ હશે. એક પિતા તરીકે, હું પુત્ર વાયુ અને ઈશિતાની સંભાળ રાખીશ, જેમને ખાસ સંભાળની જરૂર છે. અમે બંનેએ નક્કી કર્યું છે કે બીજું બાળક આવ્યા પછી, હું વાયુની સંભાળ રાખીશ અને ઈશિતા અમારા નવા મહેમાન સાથે રહેશે.'

2023માં થયો હતો વાયુનો જન્મ

તમને જણાવી દઈએ કે ઈશિતા દત્તા અને વત્સવ સેઠની પહેલી મુલાકાત તેમના શો 'રિશ્તો કા સૌદાગર - બાઝીગર'ના સેટ પર થઈ હતી. તેની સાથે તેમની લવસ્ટોરી પણ શરૂ થઈ, જેના બાદ બંને 2017માં લગ્નના બંધનમાં બંધાઈ ગયા અને 2023માં બંનેએ પોતાના પહેલા બાળકનું આ દુનિયામાં સ્વાગત કર્યું, જેનું નામ કપલે વાયુ રાખ્યું છે.


  • Follow us on: