એલી અવરામે એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં વિતાવેલી સફર વિશે ખુલીને વાત કરી છે. સાથે જ તેણે બોલીવુડ અને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની કામ કરવાની પદ્ધતિમાં શું તફાવત છે તે વિશે પણ ચર્ચા કરી. લેટેસ્ટ ઈન્ટરવ્યુમાં એલીએ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સેટને વધુ શાંત ગણાવ્યા. સાથે જ તેણે કહ્યું કે ત્યાંના લોકો એકબીજાને સમજે છે. એલી અવરામે લેટેસ્ટ ઈન્ટરવ્યુમાં બોલીવુડ સાથે જોડાયેલા ખરાબ અનુભવો પણ શેર કર્યા. તેણે જણાવ્યું કે સેટ પર ઘણી વખત એવું બન્યું જ્યારે તેની નાની-નાની જરૂરિયાતોનું ધ્યાન રાખવામાં આવ્યું ન હતું.


એલી અવરામે ખોલી બોલીવુડની પોલ

અભિનેત્રીએ કહ્યું, જો તમે જમી રહ્યા હોવ અને તમને કહેવામાં આવે કે શૉટ તૈયાર છે, તો તમારે તરત જ જવું પડે છે. એટલું જ નહીં, જો તમે બેભાન પણ થઈ જાઓ, તો પણ શૉટ વધુ મહત્વનો હોય છે. જોકે, તેણે એ પણ સ્પષ્ટ કર્યું કે આ દરેક પ્રોજેક્ટ પર લાગુ પડતું નથી, કેટલીક ટીમ્સ ખૂબ જ કાળજી રાખનારી હોય છે.

સાઉથ અને બોલીવુડ વચ્ચેનો તફાવત

એલી અવરામે કહ્યું કે સાઉથ ઈન્ડસ્ટ્રીમાં મહિલાઓને કન્ટેન્ટ-ડ્રિવન રોલ્સ વધુ મળે છે, જ્યારે બોલીવુડમાં ઘણીવાર ટાઈપકાસ્ટિંગ થાય છે. તેણે કહ્યું કે જો તમને એકવાર ગ્લેમરસ રોલમાં જોવામાં આવે છે, તો તે જ પ્રકારના રોલ ઓફર થતા રહે છે.

ગંભીર પાત્રો અને ઈન્ડસ્ટ્રીની ધારણા

'મલંગ'માં પોતાના રોલ વિશે એલીએ જણાવ્યું કે ઈન્ડસ્ટ્રીના ઘણા લોકો તેને તે પ્રકારના ગંભીર પાત્રમાં જોઈને આશ્ચર્યચકિત હતા. તેનાથી તેને અહેસાસ થયો કે ઈન્ડસ્ટ્રીમાં લોકોની વિચારધારા અને ધારણા કોઈ કલાકારની કારકિર્દીને ઘણી હદ સુધી અસર કરે છે.

આમિર અને શાહરૂખ સાથેનો અનુભવ

આમિર ખાન સાથે એક ગીત કોઈ જાને નામાં કામ કરવાના અનુભવ વિશે વાત કરતા એલીએ કહ્યું કે તે ખૂબ જ ડાઉન-ટુ-અર્થ વ્યક્તિ છે. સાથે જ તેણે શાહરૂખ ખાન સાથેની મુલાકાતને ખાસ ગણાવી. અભિનેત્રીએ કહ્યું કે દેવદાસ તેની પહેલી બોલીવુડ ફિલ્મ હતી, જેના કારણે તેને આ ઈન્ડસ્ટ્રી સાથે પ્રેમ થઈ ગયો.

આ પણ વાંચો- Bhooth Bangla : અક્ષય કુમારની ફિલ્મે પહેલા દિવસે મચાવ્યો ધમાલ, કરી નાખ્યું અધધ... કરોડનું કલેક્શન!

  • Follow us on: