અક્ષય કુમાર એક એક્ટર હોવાની સાથે ફેમિલી મેન પણ છે. તેને જ્યારે પણ સમય મળે છે, ત્યારે તેઓ પોતાની પત્ની અને બાળકો સાથે સમય વિતાવવાનું ચૂકતા નથી. હવે એક્ટરે પોતાના પુત્ર આરવ વિશે એવી વાત કહી છે, જે જાણીને તમે પણ દંગ રહી જશો. અક્ષય કુમારે જણાવ્યું કે તેનો પુત્ર ફિલ્મોમાં નહીં પણ ફેશન જગતમાં પોતાની કારકિર્દી બનાવવા માંગે છે. એક્ટરે કહ્યું કે તેનો પુત્ર આરવ ફિલ્મોથી દૂર રહીને બધું પોતે જ મેનેજ કરે છે અને હવે તે કમાણી પણ કરવા લાગ્યો છે.


આરવ સાથેના બોન્ડિંગ પર અક્ષય કુમારની વાત

આરવને અત્યારે 4500 રૂપિયા સેલેરી મળે છે. અક્ષય કુમાર પોતાના પુત્રની કમાણીથી ખૂબ જ ખુશ છે. અક્ષય કુમાર શુભાંકર મિશ્રાના પોડકાસ્ટમાં જોવા મળ્યા હતા. આ દરમિયાન તેણે કહ્યું, આરવને ફિલ્મોમાં નથી આવવું. તેનો આવો કોઈ પ્લાન નથી. તેને ફેશન ક્ષેત્રે આગળ વધવું છે.

ફિલ્મો નહીં, ફેશન છે આરવની પસંદ

અક્ષય કુમારે વધુમાં ઉમેર્યું, આરવ હવે કામ કરીને પોતાની જોબથી લગભગ 4500 રૂપિયા કમાઈ રહ્યો છે. આ દિવસોમાં આરવ પોતાના કામને સમજવા માટે ગામડાઓમાં જઈ રહ્યો છે. તે ફેશન અને અલગ-અલગ પ્રકારના પ્રિન્ટ્સને સમજી રહ્યો છે.

આરવની કમાણી અને મહેનત

અક્ષય કુમારે આગળ વાત કરતા કહ્યું, મારા પુત્ર અને મારામાં ઘણો તફાવત છે, પરંતુ કેટલીક બાબતોમાં બંને એક સરખા પણ છીએ. જેમ કે આરવ હેલ્થને લઈને જાગૃત છે, તે કામને લઈને ફોકસ છે અને તેને પોતાનું કામ ગમે છે.

પિતા-પુત્ર વચ્ચેના સામ્ય અને તફાવત

અક્ષય કુમારે વધુમાં કહ્યું કે તે પેરેન્ટિંગમાં કોઈ પણ પ્રકારનું લેક્ચર આપવાનું પસંદ નથી કરતા. અક્ષય કુમારે કહ્યું કે તેમણે પોતાના પુત્રને એક જ વાત શીખવી છે કે ક્યારેય કોઈનું નુકસાન ન કરવું. એક્ટરે જણાવ્યું કે આરવને લાઈમલાઈટમાં રહેવું બિલકુલ પસંદ નથી અને તે 15 વર્ષની ઉંમરથી જ અલગ રહી રહ્યો છે.

આ પણ વાંચો-Legendary Singer : ક્યારેય નહીં સાંભળવા મળે અલ્કા યાજ્ઞિકનો અવાજ? ગંભીર બીમારી સામે લડી રહી છે ગાયિકા!

  • Follow us on: