આદિત્ય ધર દ્વારા દિગ્દર્શિત જાસૂસી એક્શન થ્રિલર ફિલ્મ ધુરંધર 5 ડિસેમ્બરે રિલીઝ થયા બાદથી સતત બોક્સ ઓફિસ પર સફળતા મેળવી રહી છે. ફિલ્મમાં રણવીર સિંહ અને અક્ષય ખન્ના મુખ્ય ભૂમિકામાં છે અને બંનેના અભિનયને દર્શકો તેમજ સમીક્ષકો તરફથી ખૂબ પ્રશંસા મળી રહી છે. ખાસ કરીને અક્ષય ખન્નાના મજૂબત પાત્રની ખૂબ ચર્ચા થઈ રહી છે.


રણવીર સિંહને જેટલી પ્રશંસા મળવી જોઈએ તેટલી નથી

પરંતુ ફિલ્મમાં ‘દોંગા’ નામનું પાત્ર ભજવનાર અભિનેતા નવીન કૌશિક માને છે કે રણવીર સિંહને જેટલી પ્રશંસા મળવી જોઈએ તેટલી નથી મળી. એક ઇન્ટરવ્યુ દરમિયાન નવીને ખુલ્લેઆમ પોતાની વાત રાખી હતી. તેમના જણાવ્યા મુજબ, રણવીરે જાણીને પોતાની ભૂમિકા ખૂબ સાદી અને સંયમિત રીતે ભજવી જેથી અન્ય પાત્રોને પણ ચમકવાની તક મળે.

અક્ષય ખન્નાનું પાત્ર લોકોને લાંબા સમય સુધી યાદ

નવીન કૌશિકે કહ્યું કે અક્ષય ખન્નાએ ચોક્કસપણે એક આઇકોનિક પાત્ર રચ્યું છે, જે લાંબા સમય સુધી યાદ રહેશે. પરંતુ રણવીર સિંહ માટે આ પ્રકારનું પાત્ર ભજવવું વધુ પડકારજનક હતું. અવાજનું નિયંત્રણ, ભાવનાઓની નાની ઝીણવટ અને પોતાની ઉર્જાને દબાવીને અભિનય કરવો એક સચ્ચા કલાકાર માટે જ શક્ય છે.

ગીતમાં હોવા છતા ના કર્યો ડાન્સ

તેમણે FA9LA ગીતનું ઉદાહરણ આપ્યું, જેમાં રણવીર સિંહ હોવા છતાં ડાન્સ કર્યો નથી. આવી ક્ષણોમાં પોતાની હાજરી ઓછું રાખવી ખૂબ મુશ્કેલ હોય છે, પરંતુ રણવીરે પોતાના અહંકારને બાજુ પર રાખીને પાત્રની માંગ મુજબ અભિનય કર્યો. નવીન અનુસાર, જો રણવીરને અભિમાન હોત તો તે વધુ સ્ક્રીન સ્પેસ અને ધ્યાન ખેંચવાનો પ્રયાસ કરી શક્યો હોત, પરંતુ તેણે એવું કર્યું નહીં.

બીજો ભાગ માર્ચમાં

આ ફિલ્મમાં અક્ષય ખન્ના પહેલા કમાન્ડ મેન અને પછી દાનિશ તરીકે દેખાય છે, જ્યારે રણવીરનું પાત્ર ફિલ્મમાં મજબૂત છે. રણવીરે પોતાની ઈમાનદારી અને પરિપક્વતાથી સાબિત કર્યું કે તે માત્ર સ્ટાર નહીં, પરંતુ એક સાચો અભિનેતા છે. ધુરંધર બે ભાગમાં બની રહી છે અને તેનો બીજો ભાગ આ વર્ષે માર્ચમાં રિલીઝ થવાનો છે. ફિલ્મમાં રણવીર અને અક્ષય ઉપરાંત સારા અલી ખાન, અર્જુન રામપાલ, સંજય દત્ત અને રાકેશ બેદી પણ મહત્વની ભૂમિકામાં છે.

આ પણ વાંચો : Entertainment : પવન સિંહના જન્મદિવસની પાર્ટીમાં હંગામો જુઓ Video


  • Follow us on: