હાલમાં દરેક જગ્યા પર છવાઇ ગયેલી ફિલ્મ ધુરંધર વિશે એક એવી વાત સામે આવી છે જે સાંભળતા જ તમે ચોંકી જશો. ફિલ્મ ધુરંધરના કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબડાએ ફિલ્મના કાસ્ટિંગ વિશે મહત્વપૂર્ણ ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે કાસ્ટિંગને અંતિમ સ્વરૂપ આપવા તેમને અને દિગ્દર્શક આદિત્ય ધારને આશરે દોઢ વર્ષનો સમય લાગ્યો હતો. ખાસ કરીને રહેમાન ડાકુની ભૂમિકામાં માટે 50-60 કલાકારો પર વિચાર કરવામાં આવ્યો હતો.
ફિલ્મની સફળતા અને પ્રશંસા
રણવીર સિંહ, અક્ષય ખન્ના, સંજય દત્ત અને આર. માધવન જેવા દિગ્ગજ કલાકારો અભિનીત આદિત્ય ધારની ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી રહી છે. ફિલ્મને તેની રસપ્રદ કાસ્ટિંગ અને પ્રભાવશાળી અભિનય માટે પ્રશંસા મળી છે. 'ધુરંધર' 5 ડિસેમ્બરે રિલીઝ થઈ હતી અને પહેલા 9 દિવસમાં ભારતમાંથી 300 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી ચૂકી છે.
મુકેશ છાબડાનું કહેવુ
એક ઇન્ટ્રવ્યુમાં મુકેશ છાબડાએ જણાવ્યું, "ફિલ્મ બનાવવાનો હેતુ લોકોને આશ્ચર્યચકિત કરવાનો અને કાસ્ટિંગને વધુ સારી બનાવવાની ન હતી. લોકો ફિલ્મમાં ટ્વિસ્ટની અપેક્ષા રાખતા હતા, તેથી કાસ્ટિંગમાં અમે પણ રસપ્રદ ફેરફાર કરવાનો પ્રયાસ કર્યો." તેઓએ કહ્યું કે દરેક કાસ્ટિંગ માટે તેઓએ ખૂબ વિચાર કર્યો અને દરરોજ 2 થી 4 કલાક સુધી સંવાદ-ચર્ચા કરતા હતા કે કયા અભિનેતા યોગ્ય રહેશે. શરૂઆતમાં કેટલાક OTT ચહેરાઓ પર પણ વિચાર થયો હતો, પરંતુ અંતે ફિલ્મને મોટી સ્ક્રીન માટે શ્રેષ્ઠ બનાવવાનું નિર્ણય લેવામાં આવ્યું.
રહેમાન ડાકુ અને આલમની પસંદગી
સોશિયલ મીડિયા પર અક્ષય ખન્નાની રહેમાન ડાકુ તરીકેની અભિનયની ખૂબ પ્રશંસા થઈ રહી છે. મુકેશ છાબડાએ ખુલાસો કર્યો કે આ ભૂમિકામાં શરૂઆતમાં 50-60 કલાકારો પર વિચાર થયો હતો, જેમાં દક્ષિણ ભારતીય ફિલ્મોના કલાકારો પણ શામેલ હતા. આલમ અને ડોંગાની ભૂમિકાઓ માટે અનેક ઓડિશન લીધા ગયા અને અંતે ભૂમિકાઓ નવિન કૌશિક અને ગૌરવ ગેરાને મળી. મુખ્યત્વે આલમ માટે પ્રથમ સુનીલ ગ્રોવર પર વિચાર થયો હતો, પરંતુ અંતે ગૌરવ ગેરાને પસંદ કરવામાં આવ્યા.
આ પણ વાંચો : Entertainment : 200 કરોડની ફિલ્મો આપનાર સાઉથના સુપરસ્ટાર શું ખરેખર ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડવા જઈ રહ્યા છે?