‘Drishyam 3’ની રાહ દરેક લોકો જોઇએ રહ્યા છે. નિર્માતાઓએ ફિલ્મની રિલીઝ તારીખ જાહેર કર્યા બાદ સ્પષ્ટ કર્યું કે અજય દેવગણ, તબ્બુ, શ્રિયા સરન અને રજત કપૂર ફિલ્મમાં યથાવત રહેશે, પરંતુ ‘દ્રશ્યમ 2’માં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા અક્ષય ખન્ના આ વખતનો ભાગ નહીં બને.
‘Drishyam 2’માં હતા
અક્ષય ખન્નાએ 2022માં રિલીઝ થયેલી ‘Drishyam 2’માં પોતાના મજૂબત અભિનયથી દર્શકો અને સમીક્ષકોની પ્રશંસા મેળવી હતી. ત્યારબાદ ‘છાવા’ અને ખાસ કરીને ‘ધુરંધર’ જેવી ફિલ્મોની સફળતાએ તેમની માંગમાં મોટો વધારો કર્યો. આ કારણે ફેન્સને આશા હતી કે તેઓ ‘Drishyam 3’માં ફરી એકવાર દેખાશે, પરંતુ એવું થયું નહીં.
₹21 કરોડની ફીની માગ
અહેવાલો અનુસાર, અક્ષય ખન્નાએ ‘Drishyam 3’ માટે આશરે ₹21 કરોડની ફી માગી હતી. નિર્માતાઓને લાગ્યું કે આ રકમ ફિલ્મના કુલ બજેટથી વધારે છે અને આટલી મોટી ફી ચૂકવવી શક્ય નથી. બજેટની મર્યાદા આ નિર્ણયનું પહેલું અને મહત્વપૂર્ણ કારણ બન્યું.
બે મુદ્દાઓ છે કારણ
ફી ઉપરાંત, અક્ષય ખન્નાના ઓન-સ્ક્રીન લુકને લઈને પણ મતભેદ થયા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ, અક્ષયે પોતાના પાત્ર માટે વિગ પહેરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જોકે, નિર્માતાઓ આ ફેરફારના પક્ષમાં નહોતા, કારણ કે ‘Drishyam 2’માં અભિનેતા વિના વિગ દેખાયા હતા અને તેઓ પાત્રની સતતતા જાળવી રાખવા માંગતા હતા. આ બંને મુદ્દાઓ—વધેલી ફી અને લુકમાં ફેરફાર—ને કારણે નિર્માતાઓ અને અભિનેતા વચ્ચે સહમતિ ન બની શકી. જેથી નિર્માતાઓએ અક્ષય ખન્નાને ફિલ્મમાં ન લેવા અને નવી કાસ્ટિંગ તરફ આગળ વધવાનો નિર્ણય લીધો.
આ પણ વાંચો : Dhurandhar ફિલ્મે બોક્સ ઓફિસ 900 કરોડની કમાણી કરી, આદિત્ય પર મને ગર્વ છે, અભિનેત્રી યામી ગૌતમ