બોલિવૂડની 'નો એન્ટ્રી' ગર્લ તરીકે જાણીતી અભિનેત્રી સેલિના જેટલી અત્યારે તેના અંગત જીવનના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છે. સેલિનાએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર પોતાની પીડા ઠાલવી છે. અભિનેત્રીએ પતિ પીટર હાગ સાથે સંબંધોની વાસ્તવિકતા જણાવી. 15 વર્ષ સુધી ઘરેલુ હિંસા, અત્યાચરનો ભોગ બની છું. આખરે હું તૂટી ગઈ...અને અલગ થવાનો અંતિમ નિર્ણય લીધો. સેલિના જેટલીઓ પોતાની તાજેતરની પોસ્ટમાં તૂટેલા લગ્નજીવન પાછળનું કડવું સત્ય જણાવ્યું. જેમાં તેણે પતિ પીટર હાગ પર ઘરેલુ હિંસા અને માનસિક ત્રાસનો ગંભીર આરોપ લગાવ્યો છે.
લગ્ન જીવન પર સેલિનાની હૃદયદ્રાવક પોસ્ટ
સેલિનાએ તેની પોસ્ટમાં લખ્યું, "બધી સુંદર વસ્તુઓ પાછળનું સત્ય... ખરેખર કડવું હોય છે. લાંબા સમય સુધી લગ્ન ટકી રહેવા એટલે ખરેખર પ્રેમ હોય છે તેવું નથી. મેં 15 વર્ષ સુધી અસહ્ય ત્રાસ સહન કર્યો. હજારો લોકોનો આભાર જેઓ મારી સાથે તેમની વાર્તાઓ શેર કરવાનું ચાલુ રાખે છે... તમે મને પૂછ્યું કે મારા 15 વર્ષ જૂના તૂટેલા લગ્નજીવનમાંથી મારો સૌથી મોટો પાઠ શું છે? જેઓ મારા લેખનને અનુસરે છે તેઓ જાણે છે કે હું મારી જાતને શ્રેષ્ઠ રીતે કેવી રીતે વ્યક્ત કરું છું... જ્યારે હું બોલી શકતી ન હતી, જ્યારે મને સાંભળવામાં આવતું ન હતું ત્યારે મેં તેનો ઉપયોગ કર્યો હતો." તેણીએ આગળ સમજાવ્યું કે પત્રો તેના લગ્નને બચાવવા અને તેના પરિવારને સુરક્ષિત રાખવાનો એક માર્ગ બન્યા.










